• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Fake ID Was Created In The Name Of The Bride, Circulating An Offensive Post On Social Media And Asking For Money.

લાગણી દુભાવતી ચેટિંગ:સુરતમાં પરિણીતાના નામની ફેક આઈડી બનાવી સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ ફરતી કરી રૂપિયા મગાયા

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરિણીતાની ફરિયાદના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
પરિણીતાની ફરિયાદના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • ફેક આઈડી વડે ઈન્સ્ટાગ્રામ પર પૈસાની માગણી કરાતા પોલીસ ફરિયાદ

સુરતના સલાબતપુરા ખાતે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર પરિણીતાની ફેક આઈડી બનાવી લોકો સાથે લાગણી દુભાય તેવી વાત કરી પૈસાની માગણી કરાઈ હતી. જેથી પરિણીતાની ફરિયાદ લઈનેપોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રૂપિયાની માગ કરાઈ
સલાબતપુરા બારડોલી પીઠા વિવેક એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે કોઈ અજાણ્યા શખ્સે મુનીરા_3 4 નામથી ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી પરિણીતાનો ફોટો મુક્યો હતો. આ અજાણ્યા શખ્સે ઈન્સ્ટાગ્રામ ઉપર મુનારા_3 4 નામની આઈડીથી પરિણીતા બનીને અલી અસગર રાજ અને બીજા અન્ય એકાઉન્ટ ધારકો સાથે ઈન્સ્ટાગ્રામ પર ચેટિંગ કરી હતી. અલી અસગર પાસે તેમજ અન્ય એકાઉન્ટ ધારકો સાથે પરિણીતાની લાગણી દુભાય તે રીતે પૈસાની માગણી કરી ચેટિંગ કરીહતી.

મહિલાને જાણ થતાં ફરિયાદ
આ મામલે પરિણીતાને સમગ્ર જાણ થતાં તેઓએ તાત્કાલિક સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેથી પોલીસે આઈડી બનાવનાર અજાણ્યા સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.