તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Defiant Isma Cut A Cake With A Sword, Celebrated His Birthday With A Dance On A DJ At A Party And Flew The Law

પોલીસને પડકાર:સુરતમાં માથાભારે ઈસમે તલવારથી કેક કાપી, પાર્ટીમાં DJ પર ડાન્સ સાથે જન્મદિવસ ઉજવી કાયદાના લીરેલીરા ઉડાવ્યા

સુરત6 દિવસ પહેલા
જાહેરમાં કેક કાપવાની સાથે સાથે ડીજે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
  • ત્રણેક દિવસ જૂનો વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ આદરી

સુરતમાં જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન પર પોલીસ કમિશનરે રોક લગાવી છે. જો કે, તેમ છતાં એક પછી એક બર્થ ડે સેલિબ્રેશનો પોલીસથી લઈને બુટલેગર અને માથાભારે તત્વો કરતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં એક માથાભારે અને જુગારની ક્લબ સાથે સંકળાયેલા અક્રમ નામના ઈસમે રાત્રિના સમયે લોકોના ટોળા એકઠા કરીને જાહેરમાં ખુલ્લી તલવારો સાથે કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો. જાહેરમાં કેક કાપવાની સાથે સાથે ડીજે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ કર્ફ્યૂ સહિતના કાયદાના લીરે લીરા ઉડાવનાર અક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેના આધારે પોલીસે કહ્યું કે, તપાસ ચાલુ છે કાર્યવાહી કરવામાં આવશે.

રાત્રિ કર્ફ્યૂ સહિતના કાયદાના લીરે લીરા ઉડાવનાર અક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
રાત્રિ કર્ફ્યૂ સહિતના કાયદાના લીરે લીરા ઉડાવનાર અક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

નાચગાન સાથે પાર્ટી પણ યોજાઈ
અક્રમ નામના માથાભારે અને અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા ઈસમે પોલીસને પડકાર ફેંકતા બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ અંગે જે તે વખતે પોલીસને જાણ થઈ હોવાનું પણ કહેવામાં આવે છે. જો કે જે તે વખતે પોલીસ ઘટના સ્થળે પહોંચે તે અગાઉ પાર્ટી વિસર્જીત થઈ ચૂકી હતી. શાહપોરમાં ગોરખધંધા ચલાવતા અસામાજિક તત્વ દ્વારા યોજાયેલી પાર્ટીમાં બાળકો પણ સામેલ હતાં. કોઈએ માસ્ક પહેર્યુ નહોતું કે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું.

કોઈએ માસ્ક પહેર્યુ નહોતું કે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું
કોઈએ માસ્ક પહેર્યુ નહોતું કે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું

પગલાં લેવાશે-પોલીસ
બર્થ ડે સેલિબ્રેશન મુદ્દે લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ યુ. એલ. ડાભીએ જણાવ્યું હતુ કે, ઘટના ધ્યાન પર આવી છે. ચોક્કસ તપાસ કરીશું, વીડિયો થોડા દિવસ જૂનો છે એ વાત પાકી પણ તપાસ ચાલુ કરી છે પગલાં ભરીશું.