સુસાઈડનો પ્રયાસ:સુરતમાં કોન્સ્ટેબલે ક્વાટર્સમાં ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ, પત્નીની નજર પડતા નાયલોનની દોરી કાપી હોસ્પિટલ લઈ ગઈ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના પ્રયાસ બાદ તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના પ્રયાસ બાદ તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. (ફાઈલ તસવીર)
  • અગમ્યકારણોસર આપઘાતનો પ્રયાસ કરનાર કોન્સ્ટેબલ ICUમાં સારવાર હેઠળ

સુરતમાં મહિલા PSI અમિતા જોષીના આપઘાતની શાહી સૂકાઈ નથી ત્યાં એક કોન્સ્ટેબલે આપઘાતનો પ્રયાસ કર્યો છે. અઠવાલાન્સ ખાતે આવેલા પોલીસ હેડ ક્વાટર્સમાં રહેતા પંકજ માનસિંગ ડામોરએ ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોય છે. આ ઘટનાને જોઈ જતાં દોડતી આવેલી પત્નીએ નાયલોનની દોરી કાપી નાખીને પત્નીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જાય છે. હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કોન્સ્ટેબલ ICUમાં સારવાર હેઠળ છે. જો કે કોન્સ્ટેબલે શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો તેના કારણો સામે આવ્યા નથી.

સવારના સમયે આપઘાતનો પ્રયાસ
અઠવાલાઈન્સ ખાતે આવેલા પોલીસ હેડ ક્વોર્ટસમાં બ્લોક નંબર 5માં આવેલા રૂમ નંબર 4માં રહેતા પંકજ માનસિંગ ડામોર (ઉ.વ.આ.35) શુક્રવાર સવારના કલાક 7.30 વાગ્યો પોતાના ઘરે નાઇલોનની દોરીથી ફાંસો ખાવાની કોશિશ કરતા હતા તે વખતે તેમની પત્નીએ દોરી કાપી નાખી અને હોસ્પિટલ લઈ ગયા હતાં.

અગમ્યકારણોસર આપઘાતનો પ્રયાસ
કોન્સ્ટેબલ પંકજ ડામોરએ શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે સ્પષ્ટ કારણો સામે આવ્યાં નથી. જેથી અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. હાલ પંકજ ડામોરને હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. તથા તેમની હાલ અર્ધ બેભાન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

અગાઉ મહિલા PSIએ આપઘાત કરેલો
ફાલસાવાડી પોલીસ ક્વાટર્સમાં રહેતા અમિતા જોષીએ અગાઉ પારિવારિક કારણોસર સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. પોલીસે અમિતા જોષી આપઘાત કેસમાં પિતાની ફરિયાદના આધારે સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. જેમાં નણંદને જામીન મળી ગયા છે જ્યારે પતિ હજુ જેલમાં કસ્ટડી હેઠળ છે.