દુર્ઘટના:સુરતમાં ત્રણ મહિનાથી રસ્તા પર પાર્ક થયેલી કારમાં અચાનક આગ લાગતા બળીને ખાક

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કારમાં આગ લાગી જતા ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. - Divya Bhaskar
કારમાં આગ લાગી જતા ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો.
  • મધરાત્રે લાગેલી આગ પર ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો હતો

સુરતના અમરોલી વિસ્તારમાં છાપરા ભાઠા રોડ ઉપર એક કાર અચાનક ભડ ભડ સળગવા લાગી હતી. જોકે બર્નિંગ કારને પેટ્રોલીંગ કરતી પોલીસ વાનના કર્મચારીઓએ તાત્કાલિક ફાયરને જાણ કરતા ફાયરના જવાનોએ દોડી આવી બર્નિંગ કારની આગને કાબૂમાં લીધી હતી. હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, તપાસમાં કાર ત્રણ મહિનાથી એક જ જગ્યાએ પર પાર્ક હોવાનું જાણવા મળ્યું હતું.

કાર બળીને ખાક
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ લગભગ રાત્રે 12:07 મિનિટનો હતો. એક કાર સળગી રહી હોવાની જાણ બાદ ફાયરની ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. કાર ભડ ભડ સળગી રહી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આગ ઉગ્ર હોવાને કારણે સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી.

પોલીસ જવાનોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી
પોલીસ જવાનોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી

માલિકની શોધખોળ
ધર્મેશભાઈ ચૌધરી (હેડ કોન્સ્ટેબલ અમરોલી)એ જણાવ્યું હતું કે, અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી. રાહદારી દોડીને આવ્યો ને પોલીસ વાન ઉભી રાખી હતી. એક કાર સળગી રહી હોવાનું કહેતા અમે દોડીને ઘટના સ્થળે ગયા હતા. જયાંથી ફાયરને કોલ કરતા ફાયરની ટીમ પણ દોડી આવી હતી. કાર બિન વારસી હોવાનું અને ત્રણ મહિનાથી એક જ જગ્યા પર પાર્ક હોવાનું જાણવા મળ્યું છે. જોકે કાર આખી બળીને ખાક થઈ ગઈ હતી. હાલ કારના માલિકની શોધખોળ ચાલી રહી છે.