• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Builder Who Caught A Woman In A Love Trap And Had An Affair Was Caught, Taking Her To A Farm House hotel To Satisfy His Lust.

દુષ્કર્મી ઝડપાયો:સુરતમાં મહિલાને પ્રેમજાળમાં ફસાવી અવારનાવર શરીર સંબંધ બાંધનાર બિલ્ડર ઝડપાયો, ફાર્મ હાઉસ-હોટલમાં લઈ જઈ હવસ સંતોષતો

સુરત16 દિવસ પહેલા
બિલ્ડર પરિણીત હોવાનો ભાંડો ફૂટતા હવે તું ગમતી નથી કહીને માર માર્યો હતો.
  • બિલ્ડરનો ભાંડો ફૂટતાં કહ્યું, તું ગમતી નથી કહીને ઢોર માર્યો હતો

સુરતના સણીયા-હેમાદ વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અવર નવાર શરીર સંબંધ બાંધનાર પુણાગામના બિલ્ડરને પોલીસે ગુનો નોધી ઝડપી લીધો છે. એટલું જ નહીં પણ પરિણીત હોવાનું છુપાવનાર બિલ્ડરે મહિલા સાથે લીવ ઈન રિલેશનના કરાર પણ બનાવ્યા હોવાનું આક્ષેપ કરાયો છે. મહિલા સાથે અવાર-નવાર ફાર્મ હાઉસ તથા હોટલોમાં જઈ શારીરિક સબંધ બાંધનાર બિલ્ડર પરિણીત હોવાનો ભાંડો ફૂટતા હવે તું ગમતી નથી કહી, ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી ઢોર માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી તરછોડી દેતા મહિલાએ પોલીસ ન્યાય માટે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતાં. જેથી પોલીસે આરોપી બિલ્ડર સંજય પોકળને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

છૂટાછેડા બાદ મહિલા સંતાનોને સાથે રહેતી
સરથાણા પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડર સંજય બાબુ પોકળ (ઉ.વ.45) (રહે, રાજ પેલેસ પુણાગામ) સામે બળાત્કારની ફરિયાદ નોધવામાં આવી છે. સણીયા હેમાદ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય ની મહિલાની ફરિયાદ બાદ કાયદેસર ની કાર્યવાહી શરૂ કરાઇ છે. ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે તેના પતિ સાથે છુટાછેડા થઈ ગયા છે. પોતે ઘરમાં સાડી વર્કનું કામ કરી પરિવારમાં 16 વષનો દીકરો અને 12 વર્ષની દીકરીનું ભરણપોષણ કરે છે. મહિલા ત્રણ વર્ષ પહેલા બિલ્ડર સંજયની બાજુની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી. ત્યારે સંજય પોતે સોસાયટીનો પ્રમુખ હોવાથી અવાર નવાર ઘરે આવી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ પોતે અપરણીત હોવાનુ કહી પ્રેમજાળમાં ફસાવી લગન્ કરવાની લાલચ આપી અવાર નવાર ઘરે, તેના મિત્રના ફાર્મ હાઉસમાં તેમજ ડુમસની હોટલમાં લઈ જઈ શારીરિક સબંધ બાંધ્યા હતાં.

પોલીસે આરોપી બિલ્ડર સંજય પોકળને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે
પોલીસે આરોપી બિલ્ડર સંજય પોકળને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે

બિલ્ડરે લીવ ઈનના કરા કરેલા
મહિલાએ પુણાગામથી ઘર ખાલી કરી સણીયા હેમાદ ખાતે ફ્લેટમાં રહેવા માટે ગઈ હતી ત્યારે ફલેટમાં બંને જણા પતિ-પત્નીની જેમ પુજાના હવનમાં બેઠા હતા. આ ઉપરાંત તમામ પ્રસંગોમાં પતિ-પત્નીની જેમ સાથે રહ્યા હતા. દરમ્યાન સંજયની પત્નીને પતિના કફડાની જાણ થઈ ગઈ હતી. બીજી તરફ પરિણીતાને પણ ખબર પડી ગઈ કે સંજય પરણીત છે અને તેને પણ બે સંતાનનો પિતા છે. ત્યારે સંજયએ પોતાના બચાવમાં પત્ની ગમતી નથી છુટાછેડા આપી દેવાના છે તેમ કહી લીવ ઈન રિલેશનનો કરાર બનાવ્યો હતો.

મહિલા ત્રણ વર્ષ પહેલા બિલ્ડર સંજયની બાજુની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી
મહિલા ત્રણ વર્ષ પહેલા બિલ્ડર સંજયની બાજુની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી

ભાંડો ફૂટતા બિલ્ડરે માર માર્યો
થોડા દિવસો બાદ સંજય ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં મહિલાના ઘરે આવી તેણીને બાળકોની સામે ઢોર માર માર્યો હતો. સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી પરિણીતાને તરછોડી દીધી હતી. ભોગ બનનાર પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પોકળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...