તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઆ:સુરતમાં 4 વર્ષના બાળકે રોઝો રાખી વિશ્વને કોરોનામુક્ત કરવા માટેની ઈબાદત કરી

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાળકે રોઝો રાખતા તેના પરિવારજનોે પણ હિંમત આપી હતી. - Divya Bhaskar
બાળકે રોઝો રાખતા તેના પરિવારજનોે પણ હિંમત આપી હતી.
  • માતા પિતાને જોઈને બાળકે પણ રોઝો રાખવા સવારે 3 વાગ્યે ઉઠી ગયો હતો

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાએ માઝા મૂકી દીધી છે. કોરોનાનો બીજો સ્ટ્રેન માનવજાત પર ભારે પડી રહ્યો છે ત્યારે સુરતના ચાર વર્ષના બાળકે રોઝો રાખીને સમગ્ર વિશ્વને કોરોનામુક્ત કરવા માટે દુઆ કરી હતી. બાળકે માતા પિતાને જોઈને સવારે 3 વાગ્યે જાગીને બ્રેડ બટર અને દૂધ કેળાં ખાઈને રોઝો રાખ્યો હતો.

રોઝો રાખનાર બાળકને હાર પહેરાવવામાં આવ્યો હતો.
રોઝો રાખનાર બાળકને હાર પહેરાવવામાં આવ્યો હતો.

ઝડપથી સ્કૂલ ખુલે તેવી આશા વ્યક્ત કરી
સુરતના દૂધાળા શેરી રામપુરા ખાતે આવેલા સાબિર પેલેસમાં રહેતા અલી અહમદ મોહંમદ ઐયુબ કોડાવાલાની ઉંમર ચાર વર્ષ છે. રોઝો રાખતા અગાઉ તેણે માતા પિતાને કહ્યું હતું કે, મારી સ્કૂલ કેમ ખૂલતી નથી ત્યારે માતા પિતાએ કોરોના હોવાનું કહ્યું હતું. ત્યારે કોરોનાને દૂર કરવા માટે તેણે રોઝો રાખીને સમગ્ર વિશ્વને કોરોનામુક્ત કરવાની કામના વ્યક્ત કરીને કહ્યું કે, કોરોના જાય તો મારી સ્કૂલ પણ ઝડપથી ખુલી જાય..

અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બાળક બન્યું હતું.
અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બાળક બન્યું હતું.

આખો દિવસ બાળક ભુખ્યુ રહ્યું
બાળકના પિતા ઐયુબભાઈએ જણાવ્યું હતું કે, તે રાત્રે શહેરમાં 3 વાગે ઉઠીને બ્રેડ બટર અને દૂધ કેળાં ખાઈને રોઝો રાખ્યો હતો. બાદમાં ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે પણ પાણી કે ભોજન લીધા વગર આખો રોઝો પસાર કર્યો હતો. તેની હિંમત જોઈને પરિવારે પણ તેને બિરદાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો