ઘાતકી હત્યા:​​​​​​​સુરતમાં 25 વર્ષના યુવકના પેટમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાતા આતરડા બહાર આવી જતા મોત, મૃતદેહ નજીકથી દારૂની બોટલો મળી

સુરત4 મહિનો પહેલા
હત્યા થયાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
  • ચાર યુવકોએ અજાણ્યા યુવકની હત્યા કરી હોવાની દિશામાં પોલીસે તપાસ આદરી

સુરતના સિંગણપોર વિસ્તારમા આશરે 25 વર્ષના યુવકની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાતા મૃતકના આંતરડા બહાર આવી ગયાં હતાં. હત્યાના પગલે આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ઉભો થયો છે. ચાર યુવકોએ યુવકને મોતને ઘાટ ઉતારી નાસી ગયા હોવાની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સિંગણપોર પોલીસને મૃતદેહ પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે.પ્રાથમિક તપાસમાં હત્યા પારિવારિક ઝઘડામાં થઈ હોવાનું સામે આવ્યું છે.

ઘાતકી હત્યા કરવામાં આવતાં મૃતકના આંતરડા બહાર આવી ગયા હતાં.
ઘાતકી હત્યા કરવામાં આવતાં મૃતકના આંતરડા બહાર આવી ગયા હતાં.

કાંગારૂ મંદિર નજીક હત્યા
સિંગણપોર વિસ્તારમાં આવેલા કાંગારું મંદિર નજીક એક 25 વર્ષના કમલેશ નામના યુવાનની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાયેલ લોહિ લુહાણ હાલમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સિંગણપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમાં મૃતદેહ નજીકથી વિદેશી બનાવટના દારૂની ખાલી બોટલ પણ મળી આવી હતી. જેથી દારૂની મહેફિલ બાદ હત્યા કરાઈ હોવાની દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતદેહ નજીકથી ખાલી દારૂની બોટલો મળી આવી હતી.
મૃતદેહ નજીકથી ખાલી દારૂની બોટલો મળી આવી હતી.

રખડતું ભટકતું જીવન જીવતો હતો
પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું કે, કમલેશ રખડતું જીવન જીવતો હતો અને પત્નીને વારંવાર માર મારી ઘરમાંથી કાઢી મુકતો હતો. જેને લઈ સાળા કાલુએ બનેવી કમલેશની હત્યાનું આયોજન કરી મિત્રોની મદદથી હત્યા કરી હોવાનું હાલ બહાર આવ્યું છે. કાલુએ બનેવીને મોત ને ઘાટ ઉતારવા મિત્રોની મદદથી એક દારૂ ની પાર્ટી રાખી હતી. જેમાં બનેવી દારૂના નશામાં ચૂર બની જતા કાલુ અને એના મિત્રો કમલેશ પર તૂટી પડ્યા હતા, અને પેટમાં 7 અને પીઠમાં 8 ઘા મારી કમલેશની પતાવી ભાગી ગયા હતા.

હત્યાના આરોપી કાલુની ફાઈલ તસવીર
હત્યાના આરોપી કાલુની ફાઈલ તસવીર

આરોપીને પોલીસે ઝડપી લીધા
RC વસાવા (પીઆઇ સિંગણપોર પોલીસ સ્ટેશન) એ જણાવ્યું હતું કે, કમલેશની હત્યા પાછળ પારિવારિક ઝગડો કારણભૂત હોવાનું હાલ બહાર આવ્યું છે. બહેન સાસરીમાં થતા ઝગડાને લઈ વારંવાર ઘરે આવી જતી હોવાને કારણે હત્યારા કાલુ એ બનેવી ની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કમલેશ હત્યા કેસમાં હાલ 3 આરોપી પકડાયા છે. તપાસ ચાલી રહી છે.