સુરતના પાંડેસરા વિસ્તારમાં શોખ પૂરો કરવા માટે દેશી બનાવટનો તમંચો લઈને ફરતા તરૂણને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે બાતમીના આધારે દેશી હાથ બનાવના તમંચા તરૂણને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો તરૂણ અગાઉ ચોરીના ગુનામાં પણ પકડાયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભણવાની ઉમરે તમંચો લઈ ફરતો
ભણવા ગણવાની ઉમરમાં હથીયારનો શોખ રાખવો એક તરૂણને ભારે પડ્યો છે. સુરતમાંથી પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે એક તરૂણની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં તરુણે જણાવ્યું હતું કે, તેને શોખ હતો. માટે તે તમંચો લઈને ફરતો હતો. જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મળતી માહિતી મુજબ પાંડેસરા પોલીસે બાતમીના આધારે ભીડભંજન સોસાયટી પાસેથી 17 વર્ષીય તરુણને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો હતો.
મિત્ર પાસેથી તમંચો ખરીદ્યો હતો
પોલીસે તેની પૂછપરછ કરતા પોતાને હથિયાર રાખવાનો શોખ હોવાથી તેણે ત્રણેક મહિના અગાઉ તેના મિત્ર પીયુષ રુકમંગલ સિહ પાસેથી ખરીદ્યો હતો. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તમંચા સાથે ઝડપાયેલો તરુણ હાલમાં ડાઈંગ મિલમાં નોકરી કરે છે. વર્ષ 2019માં તે ચોરીના ગુનામાં પાંડેસરા પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે. આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.