તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સધિયારો:સુરતમાં 13 વર્ષનો બાળક આઈસોલેશન સેન્ટરમાં સંગીતના સૂર રેલાવીને કોરોનાગ્રસ્તોને તણાવ મુક્ત કરે છે

સુરત3 મહિનો પહેલા
બાળક સંગીત પીરસે કે તરત જ દર્દીઓ ઝૂમવા લાગે છે.
  • કોઈ પણ જાતના ડર વગર નાનકડો બાળક સંગીત પીરસી રહ્યો છે

કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદએ યુનિક કામગીરી હાથ ધરી છે. સુરતના યોગીચોક આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓનો સંગીતની ધૂન વધાડી ઉત્સાહ વધારી રહ્યો છે. માત્ર 13 વર્ષના ભવ્યએ નિરાશાની ગર્તામાં ધકેલાયેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને ઝૂમતા કરી દીધા છે. અડાજણનો ભવ્યને ડર વિના આઇસોલેશન વોર્ડમાં PPE કિટ પહેરી દર્દીઓનું મનોરંજન કરતા જોઈ ડોક્ટરોએ પણ શુભેચ્છાઓ આપી ભવ્યને વધાવી લીધો છે.

અલગ અલગ પ્રકારના મ્યૂઝિક વગાડીને દર્દીઓને ખુશ કરવા પ્રયાસ કરે છે.
અલગ અલગ પ્રકારના મ્યૂઝિક વગાડીને દર્દીઓને ખુશ કરવા પ્રયાસ કરે છે.

સંગીત દવાનું કામ કરે છે
ડોક્ટરોએ જણાવ્યું હતું કે,ભવ્યના સંગીત પર દર્દીઓને ગરબે ઝૂમતા જોઈ જાણે બીમારી ક્યાં ગાયબ થઈ ગઈ હોય એવો દર્દીઓ અહેસાસ કરાવી રહ્યા છે. ઓક્ટોપેડ, તબલા અને ઝેમડેના તાલે સંગીત રેલાવી દર્દીઓને ઉર્જાવાન કરનાર ભવ્યને ભગવાને આપેલી સંગીતની વિરાસત કોરોના કાળમાં દર્દીઓ માટે કારગાર સાબિત થઈ છે. માત્ર 13 વર્ષના ભવ્યએ દર્દીઓના દર્દને સંગીતથી દૂર કરી દવાનું કામ કર્યું હોય એમ કહી શકાય છે.

ભવ્યએ જણાવ્યું કે, દર્દીઓને મનોરંજન મળે તે હેતુથી સંગીત પીરસે છે.
ભવ્યએ જણાવ્યું કે, દર્દીઓને મનોરંજન મળે તે હેતુથી સંગીત પીરસે છે.

માનસિક તણાવમાંથી બહાર લાવવા પ્રયાસ
નન્હે ઉસ્તાદ ભવ્યએ ડોક્ટરની ભૂમિકા ભજવી ભવ્ય કામ કરી રહ્યો છે. દર્દીઓ એ જ નહીં પણ એમના સગા-સંબંધીઓએ પણ ભવ્યના કામને બિરદાવ્યુ છે.ભવ્યનું કહેવું છે કે, મ્યુઝિક-સંગીત થેરાપી અનેક બીમારીઓની દવા છે. પછી કોરોના પોઝિટિવ દર્દીઓને સાજા કરવા માટે હું એક મ્યુઝિશિયન તરીકે કંઈક કરી શકીશ તો એ મારું ભાગ્ય હશે. હું માત્ર એવી જ પ્રાથના કરી છું કે, માનસિક તણાવમાંથી આ તમામ દર્દીઓ બહાર આવે અને એમના પરિવાર જોડે રહેતા થાય એ આનંદ વિશ્વની સૌથી મોટી ગિફ્ટ છે.