તમે પણ કોરોનાને હરાવી શકો છો:સુરતમાં 25 દિવસના શિશુથી માંડી 5 વર્ષનાં બાળકોએ કોરોનાને હરાવ્યો, ‘કોરોના સામે કેવી રીતે જીતી શકાય?’ એનો વિશ્વાસ અપાવતી તસવીરો

સુરત7 મહિનો પહેલાલેખક: રિતેશ પટેલ
  • કૉપી લિંક
સુરતમાં 25 દિવસના શિશુથી માંડી 5 વર્ષનાં બાળકોએ કોરોનાને હરાવ્યો. - Divya Bhaskar
સુરતમાં 25 દિવસના શિશુથી માંડી 5 વર્ષનાં બાળકોએ કોરોનાને હરાવ્યો.
  • “લાખ કાંટાઓ મથે છે સંતાડવા એ છતાંય ફૂલ ક્યાં સંતાય છે”

શહેરમાં 400થી વધુ બાળકોને છેલ્લા એક મહિનામાં કોરોના થયો છે. હજુ સંખ્યાબંધ બાળકો સરકારી સહિત ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. સંખ્યાબંધ બાળકો એવાં પણ છે, જેમણે કોરોનાને હરાવ્યો છે. 25 દિવસથી માંડી 5 વર્ષ સુધીનાં બાળકોએ કોરોનાને કેવી રીતે હરાવ્યો... આ દિવસો દરમિયાન તેમનાં માતા-પિતા પણ કોરોનાની લડાઇ લડ્યાં અને જીત્યાં પણ ખરા. એના કિસ્સા ‘દિવ્ય ભાસ્કર’ રજૂ કરે છે. કોરોનાને હરાવી દેનારાં નાનાં બાળકોની તસવીરો કોરોના સામે કેવી રીતે જીતી શકાશે એવા સવાલ જેમને પણ થાય છે તેમને અતૂટ વિશ્વાસ અને આશા અપાવે એવી છે.

ત્રિશા ચાંચડિયા, ઉંમર: 1 ‌વર્ષ.
ત્રિશા ચાંચડિયા, ઉંમર: 1 ‌વર્ષ.

આખો પરિવાર પોઝિટિવ: પિતા કહે છે ત્રિષા સાજી થતાં દુનિયા જીતી હોય એવું લાગ્યું
ત્રિશાનાં પિતા ધર્મેશ કહે છે કે-મારા ઘરમાં પત્ની, મમ્મી-પપ્પા અને મારો દિકરો-દિકરી સહિત અમે છ જણ પોઝિટિવ હતા. એક વર્ષની દિકરી ત્રિષા દવા પણ પી શકતી ન્હોતી એટલે એને હોસ્પિટલમાં દાખલ કરેલી. ત્રિષા સારી થઇ તો લાગ્યું કે દુનિયા જીતી લીધી.

25 દિવસનું શિશુ.
25 દિવસનું શિશુ.

25 દિવસના શિશુ અને માતાને કોરોના થયો
પિતા રુબિન ડેનિયલે કહ્યું, તે 25 દિવસનું જ છે. હજી તો એનું નામ પણ નહોતું પાડ્યું અને કોરોના થયો. સૌથી પહેલા મને ચેપ લાગ્યો. બે દિવસ પછી મમ્મીને અને પત્નીને કોરોના થયો. બાળકને તેની માતાનાં ફીડિંગથી દૂર રાખવો પડ્યો હતો, પણ હવે એ સંપૂર્ણ સ્વસ્થ છે.

વિવાન ગોંડલિયા, ઉંમર: 2.6 ‌વર્ષ.
વિવાન ગોંડલિયા, ઉંમર: 2.6 ‌વર્ષ.

દવાના હેવી ડોઝને કારણે પરિવારને આડઅસરની ચિંતા થતી
પિતા સુમિત કહે છે કે વિવાનને 2 દિવસ તાવ આવ્યો, રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોનાની દવાનાં હેવી ડોઝને કારણે મને ચિંતા થતી કે કોઇ આડઅસર ન થઇ જાય. પણ 5 દિવસ ડોક્ટરે બોટલ ચઢાવી અને એ સાજો થઇ ગયો.

જાસ્મિન પિપલિયા, ઉંમર: 2 ‌વર્ષ.
જાસ્મિન પિપલિયા, ઉંમર: 2 ‌વર્ષ.

બે વર્ષની જાસ્મિનને કોરોના થયો
જાસ્મીનનાં પિતા સાગર કહે છે કે,મારી દિકરી બે વર્ષની છે, એને પહેલા દિવસે તાવ આવ્યો એટલે દવા લખાવી. બીજા દિવસે પણ તાવ આવ્યો. એ જ્યાં રમતી હોય ત્યાં જ સૂઇ જતી. એનો રિપોર્ટ કઢાવ્યો તો પોઝિટિવ આવ્યો. ટૂંકી સારવારમાં એ સાજી થઇ ગઇ.

શિવેન શાહ, ઉંમર: 3.6 ‌વર્ષ.
શિવેન શાહ, ઉંમર: 3.6 ‌વર્ષ.

હોમ ક્વોરન્ટીનમાં રહીને 3.6 વર્ષનો શિવેન સાજો થયો
શિવેનનાં પિતા મૃગેશ કહે છે કે-મારો દીકરો અને એની મમ્મીને સાથે કોરોના થયો હતો. બંને હોમ ક્વોરન્ટીન રહ્યાં હતાં અને તેમની તમામ સારવાર ઘરે જ ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી. એક સમયે મને બહુ ચિંતા હતી પણ બેઉ ઝડપથી સાજાં થઇ ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...