બેદરકારીથી અકસ્માત:સુરતમાં રીવર્સ આવતી કારના ચાલકે કાબૂ ગૂમાવતા 5થી વધુ વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો

સુરત5 મહિનો પહેલા
બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયું હોય તેમ રીવર્સ આવતી કાર બેકાબૂ બની હતી - Divya Bhaskar
બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયું હોય તેમ રીવર્સ આવતી કાર બેકાબૂ બની હતી
  • કારે વાહનનો કડૂસલો વાળ્યાના દ્રશ્યો CCTVમાં કેદ થયા

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પટેલ કોતરણીમાં રાતના સમયે પાર્કિંગ કરતી વખતે કાર ચાલકે પોતાના સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવતા 5 વાહનોને અડફેટે લીધા હતા. કારચાલક રાત્રે પોતાના ઘર નજીક વાહન પાર્ક કરી રહ્યો હતો. તે દરમિયાન તે પોતાની કારને રિવર્સ લઇ રહ્યો હતો. ત્યારે કાબૂ ગુમાવ્યો હતો અને કાર પૂરપાટ ઝડપે પાછળ જતા અન્ય પાર્ક થયેલા મોટરસાયકલો અડફેટે લઈ લીધી હતી.જેથી આ વાહનોને ભારે નુકસાન થયું હતું.

અકસ્માત CCTVમાં કેદ
ઘરની આસપાસ પાર્ક કરેલા પાંચ મોટર સાયકલને કારચાલકે નુકસાન પહોંચાડ્યું હતું.જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. પોતાની કારને રીવર્સ લેતી વખતે એક્સીલરેટી વધુ આપી દેતા ઘટના બની હોવાનું અન્ય વાહનચાલકોનું માનવું હતું. સદ્નસીબે જ્યારે કાર રીવર્સ આવી હતી. ત્યારે પાછળના ભાગે કોઈ બાળક કે અન્ય વ્યક્તિઓ ન હોવાના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયા હતાં
અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયા હતાં

લોકો દોડી આવ્યા
કાર એટલી પુરપાટ ઝડપે રીવર્સ થઈ કે, એક બાદ એક વાહનોને અડફેટે લેતા ધડાકાભેર અવાજ આવ્યો હતો. અવાજ સાંભળતાની સાથે જ આસપાસના લોકો ગભરાઈને દોડી આવ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે નાના બાળકો અહીં ગાડીની આસપાસ રમતા હોય છે. સોસાયટીના બાળકોના રમવાના સમય દરમિયાન જ આ ઘટના બની હતી. ભૂતકાળમાં પણ કેટલીક સોસાયટીઓમાં એવી ઘટના બની છે કે, જ્યારે પોતાની કારને રીવર્સ લેતાં હોય છે. ત્યારે કારની પાછળ રહેલા વ્યક્તિઓ ઉપર ધ્યાન આપતા નથી. ખાસ કરીને બાળકો પર તેમનું ધ્યાન હોતું નથી અને કાચ ચઢાવેલા હોય છે. તેના કારણે તેઓ પાછળનો અવાજ પણ ઝડપથી સાંભળી શકતા નથી.બાળકોને અડફેટમાં લઈ લેતા હોય છે. તેથી વાહનચાલકોએ ગાડી હંકારતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ. જેથી કરીને આ પ્રકારની ઘટના ન બને.