તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, 5 Corporators Who Hid For Hours In The Municipal Building To Avoid Arrest Were Arrested From Outside The Auditorium.

સંતાકૂકડી:​​​​​​સુરતમાં ધરપકડથી બચવા પાલિકાની બિલ્ડીંગમાં કલાકો સુધી સંતાઈ ગયેલા 5 કોર્પોરેટરની સભાગૃહ બહારથી ધરપકડ

સુરત3 મહિનો પહેલા
પાલિકામાં સંતાઈને છેલ્લી ઘડીએ સભામાં ભાગ લેવા જતા આપના કાઉન્સિલરની પોલીસે ધરપકડ કરી હતી.
  • સભામાં ભાગ લેવા આવેલા કોર્પોરેટરની સરદાર ખંડ બહારથી ધરપકડ

સુરત મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ ની ચૂંટણીમાં ક્રોસ વોટીંગને લઈ હોબાળો કરવાના કેસમાં પોલીસ ફરિયાદ નોંધાતા આપના કોર્પોરેટરોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સામાન્ય સભા ચાલુ થવા પહેલા અનેક કોર્પોરેટરો ની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે 5 જેટલા આપ ના કોર્પોરેટર પાલિકા બિલ્ડીંગમાં જ સંતાઈને કલાકો સુધી બેસી રહ્યા હતાં. બાદમાં સભામાં ભાગ લેવા જતી વખતે સરદાર ખંડ બહારથી જ પાંચેય કાઉન્સિલરને ઝડપી લઈને પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસ સાથે ધર્ષણમાં ઉતરેલા લોકોને પણ પોલીસે ઝડપી લીધા હતાં.
પોલીસ સાથે ધર્ષણમાં ઉતરેલા લોકોને પણ પોલીસે ઝડપી લીધા હતાં.

સભામાં જતી વખતે કોર્પોરેટર પકડાયા
આપના તમામ કોર્પોરેટરોને શોધવા પાલિકાની સિક્યુરિટી અને પોલીસે પાલિકાની આખી બિલ્ડીંગ ફંફોસી નાખી હતી. જોકે ક્યાંય કોઈ હાથ લાગ્યું ન હતું. પરંતુ સામાન્ય સભા ચાલુ થવાના 5 મિનિટ પહેલા જ આપના પાંચેય કોર્પોરેટર પાલિકાના સરદાર ખંડ બહાર સામાન્ય સભા ગૃહમાં જવા માટે આવતા સિક્યુરિટી ગાર્ડએ તમામને અટકાવ્યા હતાં. જેને લઈ સુત્રોચ્ચાર થતા પોલીસ દોડી આવી હતી. બાદમાં એક પછી એક તમામ ને પકડીને નીચે લઈ ગઈ હતી.

પોલીસે સભા ગૃહના પ્રવેશ દ્વારા પરથી જ કોર્પોરેટરને પકડી લીધા હતાં.
પોલીસે સભા ગૃહના પ્રવેશ દ્વારા પરથી જ કોર્પોરેટરને પકડી લીધા હતાં.

સભાગૃહ પોલીસ છાવણીમાં ફેરવાયેલું
આપના કોર્પોરેટરોએ ભાજપના તાનાશાહી ભર્યા વ્યવહાર સામે સખત વાંધો ઉપાડ્યો હતો. અનેક આક્ષેપો કર્યા હતાં. જોકે રાયોટીંગ સહિતની પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાથી પોલીસે તમામને અટકાયતમાં લીધા હતાં. જેને લઈ પાલિકાની સિક્યુરિટી અને પોલીસ બન્ને એલર્ટ થઈ ગઈ હતી. એટલું જ નહીં પણ ભાજપના તમામ કોર્પોરેટરોના પણ આઈડી ચેક કરાયા બાદ જ એમને સભા ગૃહમાં જવાએ દેવાયા હતા. સાથે સાથે સભા ગૃહમાં પણ સામાન્ય સભા સિક્યુરિટી છાવણી વચ્ચે કરવા સતા પક્ષ મજબુર બન્યો હતો.

આઈકાર્ડ તપાસીને જ કાઉન્સિલરોને સભા ગૃહમાં પ્રવેશ અપાયો હતો.
આઈકાર્ડ તપાસીને જ કાઉન્સિલરોને સભા ગૃહમાં પ્રવેશ અપાયો હતો.