તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુણામાં હનીટ્રેપ:સુરતમાં 4 યુવતીએ બ્યુટિપાર્લરમાં યુવકને બોલાવી દંડા મારી 25 લાખ માંગ્યા

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પૈસા પડાવવા બ્યુટિપાર્લરનું શટર અંદરથી બંધ કરી અસલી પોલીસને જાણ કરી

પુણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર યોગી ચોક વિસ્તારમાં રહેતો 31 વર્ષિય માનસિંગ( નામ બદલ્યું છે) પરવત પાટિયા પાસે મેડિકલની દુકાનમાં નોકરી કરે છે. 25 દિવસ પહેલા તેના મેડિકલ પર એક મહિલા ફેસવોશ લેવા આવી હતી. ત્યારે ફેસવોશ દુકાનમાં ન હોવાથી મહિલાએ કહ્યું કે, ફેસવોશ મંગાવી આપજો.મહિલાએ હસીને પોતાનો નંબર પણ આપ્યો હતો. મહિલાએ પોતાનું નામ સુમન ઉર્ફે હંસીકા રાજપુત જણાવ્યું હતું. ત્રણેક દિવસમાં ફેસવોશ ક્રિમ આવી જતા માનસિંગે હંસીકાને ફોન કર્યો હતો.

હંસીકા મેડિકલ પર આ‌વતા તેણીએ હસીને માનસિંગને જણાવ્યું હતું કે મહિલાઓ સાથે શરીર સુખ માણવું હોય તો તેનો સંપર્ક કરવો. સોમવારે હંસીકાએ માનસિંગને ફોન કરીને તેના બ્યુટી પાર્લર હંસીકા બ્યુટી પાર્લર( દુકાન નંબર 10, સારથી હાઇટ્સ, ભૈયાનગર, પુણા) ખાતે બોલાવ્યો હતો.

માનસિંગ તેના બ્યુટી પાર્લર પર ગયો હતો. માનસિંગ બ્યુટી પાર્લરમાં ઘુસતાની સાથે જ હંસીકા અને તેની સાથેની મહિલાઓએ શટર બંધ કરી નાખ્યું હતું. હંસીકાએ કહ્યું કે, આ ત્રણ મહિલામાંથી એકને પસંદ કરી લો, એકના 1000 રૂપિયા થશે.માનસિંગે આ‌વું બધુ કરવાની ના પાડતા હંસીકા ઉશ્કેરાઈ ગઈ હતી.

તે લાકડાના દંડાથી માનસિંગને મારવા લાગી હતી. કુછ કરના નહીં હે તો ઠીક હૈ પર પૈસા તો દેના હી પડેંગા કહીને 25 લાખ રૂપિયા માંગ્યા હતા. તેની પાસે રહેલા 2 હજાર રૂપિયા જબરજસ્તી લઈ લીધા હતા. ઇતને પૈસેસે ક્યાં હોગા, તુઝે પૈસે તો દેને હી પડેંગે, પૈસા નહીં દિયા તો તુઝે પુલિસ કેસમે ફસા દુંગી, તુ જાનતા નહીં જાનસે હાથ ધોને પડેંગે. માનસિંગે તમામની માફી માંગી જવા દેવા વિનંતી કરી છતા મહિલાઓ માની ન હતી.

હંસીકાએ પોલીસ કંટ્રોલ રૂમને કોલ કર્યો. પોલીસ આવતા તમામ પુણા પોલીસ સ્ટેશને આવ્યા હતા. ત્યાં માનસિંગની હાલત જોઈને પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાને શંકા ગઈ તેથી માનસિંગની પૂછપરછ કરતા તેને કહ્યું કે, હંસીકાએ તેને ફસાવી તેની પાસેથી 25 લાખ રૂપિયા માંગ્યા હતા. પોલીસે આરોપી સુમન ઉર્ફ હંસીકા રવિ ચંદ્રપાલસિંઘ કુશ્વાહા(રાજપુત)રહે. ક્રિષ્ણાનગર સોસાયટી, સિતાનગર ચાર રસ્તા, પુણા ગામ) અને અન્ય મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો