તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:સુરતમાં ધોધમાર 3 ઈંચથી વધુ વરસાદથી 10 ઝાડ પડ્યા, ચોર્યાસીમાં 5 ઇંચ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં

સુરત3 મહિનો પહેલા
સુરતના પાલનપુર વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયાં
  • સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી

સુરત શહેર જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે સવારથી અત્યારસુધીમાં 3 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસીમાં અત્યાર સુધીમાં 5ઈંચથી વધુ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાવાનાં દૃશ્યો સામે આવ્યાં છે. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.શહેરમાં અલગ અલગ 10 જગ્યાએ ઝાડ પડવાના બનાવો બન્યાં હતાં.

કતારગામ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા.
કતારગામ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી હતી. એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ગયા હતા અને આ પાણી ભરાતા કેટલાક લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં બંધ પડી ગયા હતા.

આમલીનું વૃક્ષ ધરાશાયી થઈ કાર પર પડ્યું.
આમલીનું વૃક્ષ ધરાશાયી થઈ કાર પર પડ્યું.

વૃક્ષ ધરાશાયી થઈને કાર પર પડ્યું
ભારે વરસાદના કારણે સુરતના સિટી લાઈટ ખાતે આવેલા રતન એપાર્ટમેન્ટમાં વર્ષો જૂનું મહાકાય આમલીનું વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થઈને ત્યાં પાર્ક રહેલી કાર પર ધડાકાભેર પડ્યું હતું. જેથી ચારેક જેટલી કારના કાચ પણ તૂટી ગયા હતા. આ બનાવને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. કાર પડેલા વૃક્ષને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભારે વરસાદના કારણે સતત ફાયર વિભાગ અને મનપાની ટીમ વિવિધ વિસ્તારોમાં દોડતી રહી હતી.

સુરતમાં સોસાયટીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં.
સુરતમાં સોસાયટીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં.

પાંચ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. વાતાવરણ જોતાં દિવસભર આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે.

ધોધમાર વરસાથી વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ.
ધોધમાર વરસાથી વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ.

ચોર્યાસી તાલુકામાં 5 ઈંચ વરસાદ
સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં વિશેષ કરીને સુરતમાં 3થી વધુ અને ચોર્યાસી તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદ આવતાંની સાથે જ જનજીવન પર એની અસર સ્પષ્ટ દેખાઇ હતી. ઓલપાડ તાલુકામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વરાછા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયાં.
વરાછા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયાં.

સુરતમાં રસ્તાઓ પર પાણી ભરાયાં
સવારથી સૌથી વધારે વરસાદ ચોર્યાસી તાલુકામાં નોંધાયો છે. માત્ર ચાર કલાકમાં જ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો અને અત્યારસુધીમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, જેને કારણે રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સુરત શહેરમાં પણ 3 ઈંચથી વધુ વરસાદ ખાબકતા પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં હતાં, જ્યારે વરાછાના પુણા, વેસુના વીઆઈપી રોડ, અડાજણ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.

વરસાદને પગલે જનજીવનને અસર પહોંચી.
વરસાદને પગલે જનજીવનને અસર પહોંચી.

પાલનપુર વિસ્તારમાં વોટર લોગિંગ થતા મેયરે મુલાકાત લીધી
સુરત શહેરમાં સવારથી જ અવિરત આવતા વરસાદને કારણે કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી હતી. પાલનપુર વિસ્તારની ગંગા-જમના સોસાયટી, અવધપુરી સોસાયટી સહિતની અન્ય સોસાયટીમાં પાણી ભરાતા સુરતના મેયર હેમાલી બોઘાવાલા પોતે અધિકારીઓ સાથે પહોંચ્યા હતા.

પાણી ભરાવાની ફરિયાદો ઉઠતા મેયર દોડી ગયા.
પાણી ભરાવાની ફરિયાદો ઉઠતા મેયર દોડી ગયા.

મેયરે અધિકારીઓને પાણી ભરાતા વિસ્તારમાં ધ્યાન આપવા સૂચના આપી
હેમાલી બોઘાવાલા જણાવ્યું કે, સવારથી વરસાદને કારણે કેટલીક સોસાયટીઓમાં થોડે ઘણે અંશે વોટર લોગીંગ થયું હતું. પરંતુ અમે જાત મુલાકાત લઈને તાત્કાલિક અસરથી પંપ મુકાવીને વોટર લોગીંગ ગણતરીની મિનિટોમાં દૂર કરી દીધું હતું. આ સાથે અધિકારીઓને સૂચના આપી હતી કે દર વર્ષે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. તે વિસ્તારો પર વિશેષ ધ્યાન આપીને પાણીનો ભરાવો ન થાય તેમજ ડ્રેનેજ વિભાગને પણ તાકીદ કરી હતી કે દૂષિત પાણી સોસાયટીઓમાં ન પ્રવેશે તે તેની ખાસ કાળજી રાખવામાં આવે.

પંપ મુકાવીને વોટર લોગીંગ ગણતરીની મિનિટોમાં દૂર કરી દીધું.
પંપ મુકાવીને વોટર લોગીંગ ગણતરીની મિનિટોમાં દૂર કરી દીધું.

ભારે વરસાદથી 10 ઝાડ જમીન દોસ્ત
સુરત શહેરમાં ભારે વરસાદથી 10 ઝાડ પડી ગયા હતાં. જેમાં અઠવા ઝોન કુલ 3 સ્થળો એ ઝાડ પડ્યાં હતાં. જેમાં સાયનસ સેન્ટર પાસે, સીટી લાઈટ સુરત ખાતે ઝાડ પડેલ જેને કાપીને દુર કરેલ ૨) ઈશ્વર ફાર્મ પનાસ રોડ પાસે મહાવીર પનાસ સુરત ઝાડ પડેલ જેને કાપીને દુર કરેલ ૩) રૂપાળી નહેર પાસે, વેસુ, સુરત ઝાડ પડેલ જેને કાપીને દુર કરેલ રાંદેર ઝોન :- કુલ ૦૨ સ્થળો એ ઝાડ પડેલ૧) અડાજણ અયોધ્યાનગરી, ક્રિષ્નાકુંજ સોસાયટી ઝાડ પડેલ જેને કાપીને દુર કરેલ ૨) ભગવાનપાર્ક અડાજણ ઝાડ પડેલ જેને કાપીને દુર કરેલ વરાછા ઝોન -એ :- કુલ ૦૩ સ્થળો એ ઝાડ પડેલ1) ગીતાજંલી પેટ્રોલ પંપ ની બાજુમાં વરાછા મેઈન રોડ, ઝાડ પડેલ જેને કાપીને દુર કરેલ ૨) ઉમિયાધામ રોડ, હોટલ ઓશીશ ની સામે, વરાછા,સુરત ખાતે ઝાડ પડેલ જેને કાપીને દુર કરેલ ૩) ડાયમંડ પાર્ક - ૩ વરાછા મેઈન રોડ ખાતે ઝાડ પડેલ જેને કાપીને દુર કરાયા હતાં. કતારગામ ઝોન :- કુલ ૦૧ એક સ્થળે ઝાડ પડેલ જેમાં કતારગામ ઋષિ સર્કલ પાસે ઝાડ પડેલ જેને કાપીને દુર કરાયેલા તથા લિમ્બાયત ઝોન :- કુલ ૦૧ એક સ્થળે ઝાડ પડેલ ૧) ડુંભાલ ભૈયા નગર પુના ગામ પાસે ઝાડ પડેલ જેને કાપીને દુર કરવામાં આવ્યાં હતાં.

સુરતના પાલનપુર વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયાં.
સુરતના પાલનપુર વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયાં.
ધોધમાર વરસાદથી સુરતના પાલ વિસ્તારમાં ભૂવો પડ્યો.
ધોધમાર વરસાદથી સુરતના પાલ વિસ્તારમાં ભૂવો પડ્યો.