લૂંટારૂં ઝડપાયા:સુરતમાં રાહદારીઓને ટાર્ગેટ કરી અવાવરૂં જગ્યાએ લઈ જઈ લૂંટ ચલાવનારા 3 ઝડપાયા

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહદારીઓના સામાનની લૂંટ ચલાવનાર 3ને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. - Divya Bhaskar
રાહદારીઓના સામાનની લૂંટ ચલાવનાર 3ને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • આરોપીઓ પાસેથી એક મોપેડ સહિત 5 મોબાઈલ અને રોકડ ઝડપી લેવાઈ

સુરતમાં એકલ દોકલ રાહદારીઓને ટાર્ગેટ કરી ચપ્પુની અણીએ અવાવરું જગ્યાએ લઇ જઈ લૂંટ ચાલવતા ત્રણ ઇસમોને પુણા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓની પાસેથી એક મોપેડ અને 5 મોબાઈલ સહીત 62 હજારની મત્તા કબજે કરી હતી, તેમજ ત્રણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા

બાતમીના આધારે આરોપી ઝડપાયા
સુરતમાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ અને ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી. આ દરમ્યાન પુણા પોલીસને ૩ લૂંટારૂઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન બાતમી મળી હતી કે, લૂંટ કરતા ત્રણ ઈસમો પુણા વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કડોદરા લેન્ડ માર્ક પાસેથી સહારા દરવાજા પાસે રહેતા કનૈયાસિંઘ મુન્નાસિંઘ બાવન, કાપોદ્રા સુંડાભાઈની ચાલ પાસે રહેતા મનોજ ગણેશ પાટીલ અને ડીંડોલી સી.આર.પાટીલ ટેનામેન્ટમાં રહેતા સિદ્ધાર્થ ઉર્ફે સોનું સંજયભાઈ કપૂરે નામના ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા

એકલ દોકલને જ ટાર્ગેટ કરતા
પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 32 હજારની કિંમતના 5 મોબાઈલ, 30 હજારની કિંમતની એક મોપેડ કબ્જે કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ મોપેડની ચોરી કરી એકલ દોકલ રાહદારીઓને ટાર્ગેટ કરતા હતા અને બાદમાં અવાવરું જગ્યાએ લઇ જઈ મોબાઈલ સ્નેચીંગ અને લૂંટ કરી ફરાર થઇ જતાં હતાં.પોલીસ તપાસમાં કડોદરા જીઆઈડીસીના ત્રણ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યાં હતાં. પોલીસે હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.