હીરા ચોર ઝડપાયા:સુરતમાં 3 મહિના પહેલાં 3.80 લાખના હીરા ચોરનાર રત્નકલાકાર સહિત 6ની ધરપકડ, એક તો વતન જઈ ખેતી કરવા લાગ્યો હતો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • વરાછા પોલીસે રૂ.1.49 લાખની મત્તાના હીરા કબજે કર્યા

સુરતના વરાછા શ્યામનગરમાં આવેલા હીરાના કારખાનામાંથી ત્રણ મહિના અગાઉ રૂ.3.80 લાખના હીરાની ચોરી કરી હતી. હીરા ચોરી કરનાર રત્નકલાકાર સહિત છની વરાછા પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રૂ.1.49 લાખની મત્તાના હીરા કબજે કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, આરોપી રામકુ વતન ભાવનગર જઈને ખેતી કરવા લાગ્યો હતો.

રફ હીરાના 75 પેકેટની ચોરી થઈ હતી
સુરતમાં નાના વરાછા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય અમીરશ બાબુભાઇ લાઠીયાના વરાછા શ્યામનગર સ્થિત સવાણી એન્ટરપ્રાઇઝ નામનું હીરાના કારખાનું ચલાવે છે. જેમાંથી ગત 2 માર્ચના રોજ ત્યાં કામ કરતો રત્નકલાકાર રામકુ ઉર્ફે રાજ ગભરૂભાઇ મોભ રૂ.3.80 લાખના રફ હીરાના 75 પેકેટ ચોરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.

પોલીસે બાતમી આધારે મુખ્ય આરોપીને ઝડપ્યો
પોલીસને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે જગદીશનગરના નાકેથી રામકુ ઉર્ફે રાજ ગભરૂભાઇ મોભ( ઉ.વ.22) ને ઝડપી પાડી તેની પાસેથી રૂ.1,48,740 ની મત્તાના હીરા કબજે કર્યા હતા. આરોપી રામકુ હીરા ચોરીને વતન ભાવનગર જઈ ખેતી કરવા લાગ્યો હતો.

આરોપીઓના નામ

  • રામકુ ઉર્ફે રાજ ગભરૂભાઇ મોભ
  • ભરત જેઠુરભાઇ સોલંકી
  • મેઘજીભાઇ ભુપનભાઇ નકુમ
  • સુખાભાઇ મંગાભાઇ પરમાર
  • રાજેશ ઉર્ફે ગોપાલ કરશનભાઇ વઘાસીયા
  • દિનેશ વલ્લભભાઇ કણક
અન્ય સમાચારો પણ છે...