તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • In Surat, 3 Doctors Removed 64 Eyes In A Month And A Half To Save The Lives Of Mucker Patients, Doctors Say, 'It Is Difficult To Persuade A Patient's Relative For Surgery'

હવે મ્યુકરમાઇકોસિસની મહામારી:સુરતમાં દર્દીઓનો જીવ બચાવવા 3 ડોક્ટરે દોઢ જ મહિનામાં 64ની આંખ કાઢી, ડોક્ટરો કહે છે, ‘સર્જરી માટે દર્દીના સગાને સમજાવવું અઘરું છે ’

સુરત4 મહિનો પહેલાલેખક: મેહુલ પટેલ
 • કૉપી લિંક
અત્યાર સુધી 17 દર્દીના મોત, દૈનિક બે હજાર સામે માંડ 600 ઈન્જેક્શન મળે છે. - Divya Bhaskar
અત્યાર સુધી 17 દર્દીના મોત, દૈનિક બે હજાર સામે માંડ 600 ઈન્જેક્શન મળે છે.
 • અગાઉ વર્ષમાં માંડ બે-ત્રણ ઓપરેશન કરનારા ડોક્ટરો કોરોનાની બીજી લહેર પછી દૈનિક બેથી ત્રણ દર્દીની સર્જરી કરે છે
 • હવે ખાનગી હોસ્પિટલમાં દાખલ મ્યુકર માઈકોસિસના દર્દીને સ્મીમેરમાંથી ઈન્જેક્શન મળશે

શહેરમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસનો કહેર ફાટી નીકળ્યો છે. શહેરનાં ડોક્ટર્સે છેલ્લા વર્ષોમાં દર્દીને બચાવવા જેટલી આંખો કાઢી નથી એટલી આંખો છેલ્લા એકથી દોઢ મહિનામાં કાઢી છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં હાલ 149 દર્દીઓ દાખલ છે જયારે ખાનગી હોસ્પિટલમાં અંદાજિત 500 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા છે.ગુરુવારે મ્યુકોરમાઇકોસિસના 8 દર્દીઓની સર્જરી સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જયારે અત્યાર સુધીમાં સરકારી હોસ્પિટલમાં જ કુલ 56 સર્જરી થઇ ચુકી છે. દિવ્ય ભાસ્કરે શહેરનાં ઓપ્થેલ્મોલોજીસ્ટ સાથે વાત કરી હતી.

આ પુરાવા આપવા પડશે

 • દાખલ દર્દીના કેસની વિગત (ડૉક્ટરનું અસર પ્રિસ્ક્રિપ્શન તેમજ કેસની હિસ્ટ્રીશીટ)
 • દર્દીના આધારકાર્ડની નકલ
 • મ્યુકર માઈકોસિસના નિદાનની નકલ
 • સારવાર આપતા ડોક્ટરનો ભલામણ પત્ર

કેન્સર-કિડનીની બીમારી કરતાં પણ સારવાર મોંઘી
મ્યુકર માઈકોસિસની સારવાર કેન્સર અને કિડનીની બિમારી કરતા પણ વધુ ખર્ચાળ સાબિત થઈ રહી છે. મ્યુકર માઈકોસિસની સારવાર પાછળ દર્દીએ 1 મહિનામાં 12થી 40 લાખ સુધીનો ખર્ચ કરવો પડે છે. મ્યુકર માઈકોસિસના દર્દીઓ માટે હાલ લાઈપોઝોમલ ઈન્જેક્શન ઉપયોગમાં લેવાય છે. દર્દીના વજન પ્રમાણે તેના ડોઝ નક્કી થાય છે.

મેં દોઢ મહિનામા જ 34 આંખો કાઢી દર્દીને બચાવ્યાં છે
ઓપ્થેલ્મોલોજીસ્ટ ડો.પ્રિયતા શેઠએ જણાવ્યું કે, આંખ કાઢવાનો નિર્ણય અઘરો હોય છે. પણ દર્દીને બચાવવા અમારે આવો નિર્ણય લેવો પડે છે. છેલ્લા દોઢ માસમાં તમામ મોટી હોસ્પિટલમાં દર્દીનો જીવ બચાવવા 34 આંખો કાઢી છે. મારી કેરિયરમાં દર વર્ષે માંડ 2થી3 કેસમાં આંખ કાઢવાની નોબત આવી છે.

આંખો કાઢવાનું કામ અમારા માટે સૌથી અઘરુ છે
ઓપ્થેલ્મોલોજીસ્ટ ડો.સૌરીન ગાંધીએ કહ્યું કે, અમારો પહેલો પ્રયાસ આંખ કાઢવાની નોબત નહીં આવે. પણ જ્યારે આંખો કાઢવાની આવે ત્યારે અમારા માટે સૌથી અઘરું કામ હોય છે એમનાં સ્વજનોને સમજાવવાનું. 2005થી કોરોનાની બીજી લહેર પહેલા મેં આ પ્રકારનાં 3 જ દર્દીનાં ઓપરેશન કર્યા હતા. પણ-છેલ્લા દોઢ મહિનામાં મેં 22 દર્દીઓની આંખો કાઢી છે.

અત્યાર સુધીમાં આંખો કાઢવાના 10 ઓપરેશન કર્યા
ઓપ્થેલ્મોલોજીસ્ટ ડો.દિશાન્ત શાહના જણાવ્યા અનુસાર મ્યુકરમાઇકોસિસને કારણે આંખ કાઢવી પડે એવા 2 જ ઓપરેશન મેં અત્યાર સુધી કર્યા હતા. જો કે પહેલી લહેરમાં 2 અને બીજી લહેરમાં 8 ઓપરેશન એવા કર્યા છે, આંખો કાઢી નાંખવી એ અમારા માટે પણ ખૂબ જ સંવેદનશીલ બાબત છે પણ અમે દર્દીના સગાને સમજાવી આ નિર્ણય કરીએ છીએ જેથી કોઈની જિંદગી બચી શકે.

પાલિકા 18 લાખના ખર્ચે ઈન્જેક્શન ખરીદશે
મ્યુકર માઈકોસીસના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શન અને ટેબ્લેટની પાલિકા દ્વારા ખરીદી કરવામાં આવશે અને સ્મીમેરમાં સારવાર લઈ રહેલા 120 જેટલા દર્દીઓને તેનો લાભ આપવામાં આવશે. આ માટે અંદાજે રૂપિયા 12.87 લાખના ખર્ચે 100એમ.જીની 4800 કેપ્સૂલ અને 200 અેમ.જીના 4200 ઇન્જેક્શન ખરીદવા માટે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

આ અંગે સ્થાયી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, વધારાના કામ તરીકે મુકાયેલું કામ મ્યુકરના દર્દીઓ માટે જરૂરિયાત મુજબની દવા ખરીદીનું હતું. જીવનરક્ષક દવાની માર્કેટમાં શોર્ટ સપ્લાય હોય તાકીદે ઉપલબ્ધ કરાવવા નિર્ણય લેવાયો છે. આ દવા ભારતના એક્સક્લુઝિવ મૂળ ઉત્પાદક કંપની ફાયઝર પ્રા.લી.ના ઓથોરાઇઝ્ડ સપ્લાયર યુનિક એન્ટરપ્રાઇઝ પાસેથી ખરીદાશે. તેમાં કેપ્સુલની 3.79 લાખ અને ઇન્જેકશનની 18.07 લાખ કિંમત છે. ઉલ્લેખનીય છે કે, મ્યુકરમાઈકોસિસની સારવાર અત્યંત ખર્ચાળ છે.

સિવિલ હોસ્પિટલમાં હજુ સુધી મ્યુકરમાઈકોસિસના એક પણ દર્દીની આંખ કાઢવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યું છે. ઈન્જેક્શન પર્યાપ્ત હોવાથી દર્દીઓને સમયસર સારવાર મળે છે.

હોસ્પિટલદાખલ દર્દીકુલ મોતઆજે સર્જરીકુલ સર્જરીઇન્જેક્શન રોજ જરૂરઇન્જેક્શન મળે છે
સ્મીમેર1075112550+300
સિવિલ927744500+300
ખાનગી2505---

(ખાનગીના આંકડા અંદાજીત છે)

અન્ય સમાચારો પણ છે...