તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજસ્થાનની કુખ્યાત અરવિંદ બીકા ગેંગનો દેશભરમાં આતંક છે. ટોળકી પોતાની મોડ્સ ઓપરેન્ડી પ્રમાએ ગુનાઓ કરે છે. આ ટોળકીના ગુનેગારો કમરના ભાગે હથિયાર મુકી લૂંટ કે ઘરફોડ ચોરી કરવા માટે નીકળી જાય છે. ચોરી કરતા પહેલા ટોળકી રેકી કરે છે અને ટાર્ગેટ સેટ કરીને ગુનાને અંજામ આપે છે.
ટોળકીનાં બે રીઢા લૂંટારૂઓએ થોડા દિવસો પહેલા મહિધરપુરામાં આંગડીયાના કર્મચારીને હથિયારથી ડરાવી માર મારી લૂંટ કરવાની કોશિશ કરી હતી. ઉપરાંત આ ટોળકીનાં પિન્ટુ રાજપૂતે તેના સાગરિતો સાથે સુમુલ ડેરી રોડની સોસાયટીમાં લાખોના ઘરેણાંની ચોરી કરી હતી.
આ ટોળકી લૂંટ કરવાના ઈરાદે સુરતમાં ભાડેથી રહી કોઈ મોટો હાથ મારવાની ફિરાકમાં હતી અને તેના માટે રેકી પણ કરતી હતી.હાલમાં ક્રાઇમબ્રાંચે આ ગેંગના વનેસીંહ દુર્જનસિંહ રાજપુત અને ગોર્વધનસિંહ ઉર્ફે પીન્ટુસિંહ રાજપુતને બે પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યા છે.
આ બન્ને લૂંટારૂઓએ મહિધરપુરા પોલીસમાં હત્યાની કોશિશ અને લૂંટનો ગુનો ઉપરાંત રાજસ્થાન સિરોહીમાં હથિયારો સપ્લાય કરવાનો તેમજ હાલમાં સુરત ક્રાઇમબ્રાંચમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધ્યો છે. અગાઉ અમદાવાદ ક્રાઇમબ્રાંચ પર આ ટોળકીએ હુમલો કર્યો હતો. પિન્ટુ રાજપુત અમદાવાદ સહિત સુરતમાં 18 ગુનાઓમાં પકડાયેલો હતો.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.