જુગાર પર પોલીસની રેડ:સુરતમાં મહિધરપુરા, સચિન અને અમરોલીમાં જાહેરમાં જુગાર રમતા 22 ઝડપાયા

સુરત2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પોલીસે 4.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

સુરત શહેરના મહિધરપુરા, સચિન અને અમરોલીમાં જાહેરમાં જુગાર રમતા 22 જણા 4.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં જુગારની રમત વધારે રમતી હોય છે જે વખતે પોલીસ પણ જુગારીઓ પર બાઝનજર રાખતી રાખતી હોય છે પરંતુ આ વખતે જાણે જુગારીઓ એક મહિના અગાઉ સક્રિય થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે

મહિધરપુરામાં વરલી મટકાનો જુગાર ઝડપાયો
મહિધરપુરા પોલીસે જણાવ્યું હતું કે મિલિંદ નગર ઝૂંપડપટ્ટી માં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી બે જણાને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસે રોકડ રૂપિયા 10380 સહિત 10880 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા તમામ મજૂર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આરોપી જુગારીઓ

સચિનમાં હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા
સચિન પોલીસે જણાવ્યું હતું કે, ઉન ભીંડી બજાર તસ્લિમ નગરની ચાલમાં હાર-જીતનો જુગાર રમતા 8 ને રોકડ રૂપિયા 20800 સાથે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. જુગાએ રમતા ઝડપાયેલા તમામ મિલના કારીગરો અને પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે.

કોસાડ આવાસમાં જુગાર રમતા ઝડપાયા
અમરોલી પોલીસે જણાવ્યું હતું કે, અમરોલી કોસાડ આવાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી ને લઈ પોલીસે રેડ કરી હતી. 8 જુગારીઓ રોકડ રૂપિયા 11190 ની રોકડ સાથે ઝડપાયા ગયા હતા. પોલીસે મોબાઈલ ફોન અને બે કાર મળી 4.25 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મહિધરપુરામાંથી ઝડપાયેલા આરોપી અને વોન્ટેડ

 • ચંન્દ્રકાન્તભાઇ વામનભાઇ ખત્રી ઉ.વ.63 રહેવાસી.ઘર નં.બી/53 ગણપતિ મહોલ્લો અમૂતનગર હરીનગર-૩ ઉધના
 • રાજેન્દ્રભાઇ શંકરભાઇ શાહુ ઉ.વ.45 રહેવાસી ઘર નં 486 મિલીન્દનગર ઝુપડપટ્ટી
 • વોન્ટેડ-જાકીરભાઇ

સચિનમાંથી ઝડપાયેલા આરોપી

 • નરેશકુમાર શિવકરન નિશાદ ઉ.વ.27 રહે.પ્લોટ નં-૦1,રૂમ નં.-0 રઉબભાઇની ચાલીમા, તસ્લીમનગર, ભીંડી બજાર ઉનગામ સુરત
 • રામશંકર રાજુભાઇ નિશાદ ઉ.વ.27 રહે.રૂમ નં-14,રાજાભાઇની ચાલીમા, સત્યનારાયણનગર, ભીંડી બજાર ઉનગામ સુરત
 • વિજય શ્રીરામબાબુ નિશાદ ઉ.વ.29 રહે. રહે.પ્લોટ નં-1 રૂમ નં 11 ૨ઉંબભાઇની ચાલીમા, તસ્લીમનગર, ભીંડી બજાર ઉનગામ
 • રામકુમાર અજયપાલ નિશાદ ઉ.વ.31 રહે. પ્લોટ નં-21,22 રૂમ નં-2 ,હાજીની ચાલીમા, સત્યનારાયણનગર, ભીંડી બજાર ઉનગામ સુરત
 • રઇશ રાજુભાઇ પટેલ ઉ.વ.24 રહે, પ્લોટ નં.26, સત્યનારાયણનગર, ભીંડી બજાર ઉનગામ સુરત,
 • જયકરન શિવપુજન નિશાદ ઉ.વ.24 રહે.રૂમ નં-4 રાજાભાઇની ચાલીમા, સત્ય નારાયણનગર, ભીંડી બજાર ઉનગામ સુરત,
 • મુકેશ જગદીશકુમાર નિશાદ ઉ.વ.20 રહે.રૂમ નં - ૦4,રાજાભાઇની ચાલીમા, સત્ય નારાયણનગર, ભીંડી બજાર ઉનગામ સુરત
 • વિક્રમ રાજુભાઇ ભારતી ઉ.વ.19 રહે.પ્લોટ નં-1,રૂમ નં.-5 ૨ઉબભાઇની ચાલીમા, તસ્લીમનગર, ભીંડીબજાર

અમરોલીમાંથી ઝડપાયેલા આરોપી

 • ખાલીદ ખલીલ કુરેશી ઉ.વ.19 રહે. બી.નં.131/બી/1 કોસાડએસ.એમ.સી.આવાસ યોજના અમરોલી,
 • હનીફહસન પટેલ ઉ.વ. 26 રહેવાસી. 1304 એસ.કે.રેસીડેંસી શિલ ફાટાઓડકલવામુમરા થાણે મુંબઇ હાલ રહે. બી.નં.14/બી/2 કોસાડ એસ.એમ.સી. આવાસ યોજના અમરોલી,
 • મહમદ હુસૈન કરીમભાઇ ધોડાવાલા ઉ.વ.61 રહે. બી.ન.160/એ/4 કોસાડ એસ.એમ.સી, આવાસ યોજના અમરોલી,
 • ઇકબાલ ઝબ્બારભાઇ શેખ ઉ.વ.35 રહે. બી.ન.177/એ/20 કોસાડએસ.એમ.સી.આવાસ યોજના અમરોલી,
 • સોહેલ સલીમ શેખ ઉ.વ.21 રહે. બી.ન.161/એ/19 કોસાડએસ.એમ.સી.આવાસ યોજના અમરોલી,
 • મહોમદ ઇલ્યાસ પટેલ ઉ.વ.21 રહે. બી,નં.111/બી/22 કોસાડએસ.એમ.સી.આવાસ યોજના અમરોલી,
 • ભટ્ટહિરામન ચૌધરી ઉ.વ.38 રહે. આઇ/149 બાપાસીતારામ સોસાયટી પ્લોટ ન.47 મુરધા કેન્દ્ર પાસે વડવાડા સર્કલ કાપોદ્રા સુરતશહેર, વોન્ટેડ આરોપીઓ
 • સાબીરશબ્બીર ઉર્ફે બાવારહે.કોસાડએસ.એમ..સી આવાસ યોજના અમરોલી

જુગારના ધંધાની વોચમાં નોકરી કરનાર

 • રાકેશ
 • સોહેલ
 • સાહીલ
 • ફૈજલ