કામગીરી:સુરતમાં તેજ ગતિએ ચાલતું રસીકરણ, પાંચ મહિનામાં 13.39 લાખ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરીજનોમાં વેક્સિનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. - Divya Bhaskar
શહેરીજનોમાં વેક્સિનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
  • શહેરના આઠ ઝોનમાં અઠવા ઝોન 2.47 લોકોના રસીકરણ સાથે અવ્વલ નંબરે

કોરોનાના સંક્રમણને નાથવા સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને વધુ વેગવાન બનાવી છે. ગત તા.1લી જાન્યુ.થી લઈ 31 મે-2021 સુધીના કુલ પાંચ મહિના દરમિયાન શહેરના આઠ ઝોન વિસ્તારમાં પ્રથમ તથા બીજા ડોઝ સાથે કુલ 13.39 લાખથી વધુ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા છે. સુરત શહેરમાં અઠવા ઝોન 2.47 લાખથી વધુ લોકોના રસીકરણ સાથે અગ્રેસર રહ્યું છે.જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 1.47 લાખથી વધુ વરાછા ઝોન-એ માં 1.61 લાખથી વધુ તેમજ વરાછા ઝોન-બીમાં 1.32 લાખથી વધુ, સાઉથ ઝોન-ઉધનામાં 1.49લાખથી વધુ, નોર્થ ઝોન-કતારગામમાં 1.75 લાખથી વધુ, વેસ્ટ ઝોન-રાંદેરમાં 1.88લાખથી વધુ, સાઉથ ઇસ્ટ ઝોન-લિંબાયતમાં 1.35લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ છે.

મોટી સંખ્યામાં રોજે રોજ લોકો વેક્સિન માટે આવે છે.
મોટી સંખ્યામાં રોજે રોજ લોકો વેક્સિન માટે આવે છે.

વેક્સિનનું સુરક્ષા કવચ અપાયું
સમગ્ર શહેરના રસીકરણની વાત કરીએ તો 2.19 લાખથી વધુ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રથમ ડોઝ તથા 79 હજારથી વધુને બીજો અપાઈ ચૂક્યો છે. જ્યારે 45થી વધુ વયના 5.93 લાખથી વધુ વડીલોને વેક્સિનનો પ્રથમ ડોઝ તથા 1.88 લાખથી વધુને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18 થી 44 વર્ષની વયના 2.59લાખથી વધુ યુવાનોને પ્રથમ ડોઝ અને 913 યુવાનોને બીજો ડોઝ અપાયો છે. આમ, 10.71 લાખથી વધુ વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 2.68લાખથી વધુ નાગરિકોને બીજો ડોઝ મળી કુલ 13.39 લાખથી વધુ લોકોને વેક્સિનનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.

પાલિકા દ્વારા અપાતી રસીનો લોકો લાભ લઈ રહ્યા છે.
પાલિકા દ્વારા અપાતી રસીનો લોકો લાભ લઈ રહ્યા છે.

લોકોને સહકાર મળી રહ્યો છે
સુરત મહાનગરપાલિકાના આસિ.કમિશનર જયેશ ગાંધીએ જણાવ્યું હતું કે, અઠવા ઝોનના શહેરીજનોએ વેક્સિનેશન કામગીરીમાં પાલિકા તંત્રને સહકાર આપ્યો તે ખરેખર સરાહનીય છે. રસીકરણના શરૂઆતના તબક્કામાં રસી મૂકાવવા માટે લોકો અચકાતા હતા, પરંતુ કોરોનાની રસીની કોઈ આડઅસર ન જણાતા તેમજ કોરોના સંક્રમણમાં રસીકરણ અસરકારક શસ્ત્ર છે એવી સમજના કારણે લોકો રસી લેવા આગળ આવ્યા અને અન્ય લોકોને પણ રસી લેવા પ્રેરિત કરી રહ્યા છે.