વિરોધ:સુરતમાં ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ કરીને સમર્થનમાં કાર્યકરો ઉતર્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ કરીને ખેડૂતોને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. - Divya Bhaskar
આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ કરીને ખેડૂતોને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.
  • યોગી ચોક ખાતે આપના કાર્યકરોએ એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા

દિલ્હી બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે અને ખેડૂતો આજે એક દિવસની ભૂખ હડતાળ કરી વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો એક દિવસના પ્રતિક ઉપવાસ કરી ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે.

કૃષી કાયદાનો વિરોધ
નવા 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર આંદોલન શરુ કર્યું છે. નવા ખેડૂત કાયદાની વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે. તેઓ આજે સાંજે 5 વાગ્યા સુધી ભૂખ હડતાળ પર રહેશે, સાથે જ તમામ મુખ્યાલયો પર ધરણાં કરશે. ખેડૂતોએ રવિવારે કુંડલી બોર્ડર પર મીટિંગ કરીને આ નિર્ણય કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ખેડૂતોની ભૂખ હડતાળને સમર્થન આપતાં કહ્યું હતું કે, તે પોતે ભૂખહડતાળ પર બેસશે.જેથી આપના કાર્યકરો પણ ભુખ હડતાળ પર ઉતર્યા છે.

યોગીચોકમાં વિરોધ પ્રદર્શન
સુરતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં યોગીચોક ખાતે આવેલા મુખ્ય કાર્યાલય ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનું ખેડૂતોના આંદોલનને સમર્થન છે. અને જ્યાં સુધી ખેડૂતો આંદોલન કરશે ત્યાં સુધી તેઓ ખેડૂતોની સાથે ઉભા રહેશે.