પશુપાલકોને ફાયદો:સુમુલે ગાય-ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે રૂ. 10-20નો વધારો કર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • દક્ષિણ ગુજરાતના 2.50 લાખ પશુપાલકોને ફાયદો થશે
  • ફેટનો નવો ભાવ વધારો 1 નવેમ્બરથી અમલમાં આવશે

સુમુલ ડેરીએ પશુપાલકોને ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે રૂ. 20 અને ગાયના દૂધમાં રૂ. 10નો ભાવ વધારો આપ્યો છે. ડેરી દ્વારા એક વર્ષમાં પાંચમી વખત પશુપાલકોને ભાવ વધારો આપવામાં આવ્યો છે. જેનો અમલ 1લી નવેમ્બરથી થશે. સુમુલ ડેરીમાં દૂધ ભરાવતા પશુ પાલકો માટે દિવાળીમાં ખુશીના સમાચાર છે. સુમુલ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી પશુપાલકોને મ‌‌ળી રહેલા દૂધના ભાવવધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાય સામે પશુપાલકોને રાહત આપવા અને તેમને પ્રોત્સાહિત કરવા સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુમુલ ડેરી દ્વારા ગાયના દૂધમાં કિલો ફેટે 10 અને ભેંસના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો હતો. જેમાં ગાયના ફેટમાં કિલોએ 740 હતા તે વધીને 750 રૂપિયા થઇ ગયા છે. જ્યારે ભેંસના કિલો ફેટે 760 હતા. તેમાં 20 રૂપિયાનો વધારો થતા 780 રૂપિયા થઇ ગયા છે. આ ભાવ વધારો 1 નવેમ્બર 2022થી લાગુ પડશે.

એક વર્ષમાં પાંચમી વખત પશુપાલકોને ભાવ વધારો
સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડે કહ્યું હતું કે, ‘2021ના નવેમ્બર મહિનામાં ભેંસના દૂધનો કિલો ફેટે 695 હતો જે હાલ 780 રૂપિયા અને ગાયના દૂધનો ભાવ 680 હતો જે 750 રૂપિયા થયો છે. પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટે એક વર્ષમાં સુમુલ દ્વારા પશુપાલકોને દૂધ ખરીદીના ભાવમાં 5મી વખત વધારો આપવામાં આવ્યો છે.’

અન્ય સમાચારો પણ છે...