સુરત ભાજપ સ્નેહમિલન:ST બસોમાં બાળકો સહિત મહિલાઓને ઘેટાં-બકરાંની જેમ ભરી કાર્યક્રમ સ્થળે લવાયા, ભીડ એકઠી કરવા પ્રયાસ

સુરત4 દિવસ પહેલા
બસોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉતરી.
  • સરકારી બસોમાં 70થી 80 લોકોને ભરીને નિયમોના ધજાગરા ઉડાવી દીધા

સુરતમાં ભાજપના સ્નેહમિલન કાર્યકર્મમાં સરકારી બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એસટી બસોમાં બાળકો સહિત મહિલાઓ ઘેટાં-બકરાંની જેમ ભરીને વનિતા વિશ્વામ ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવી રહ્યા છે. ઘેટાં-બકરાંની માફક સરકારી બસોમાં 70થી 80 લોકોને ભરીને નિયમોના ધજાગરા ઉડાવી દીધા છે. માસ્ક વગર મહિલાઓ બાળકોને પણ સાથે લેતી આવી હતી. સરકારી બસોનો ઉપયોગ કરી લોકોની ભીડ એકઠી કરવા માટે પ્રયાસ થયાં છે.

મહિલાઓને એસટી બસમાં લાવવામાં આવી.
મહિલાઓને એસટી બસમાં લાવવામાં આવી.

પાટીલના હોમટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમ
આજે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હોમટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો છે. જે ભાજપનો આ શ્રેણીનો અંતિમ કાર્યક્રમ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે તો ગૃહમંત્રી અમિતશાહ વર્ચ્યુઅલી જોડાશે. આ કાર્યક્રમમાં ભાજપના 30 હજારથી વધુ કાર્યકરો આવશે તેવો દાવો કરાયો છે.

ભાજપના કાર્યક્રમમાં સરકારી બસનો ઉપયોગ.
ભાજપના કાર્યક્રમમાં સરકારી બસનો ઉપયોગ.

વનિતાવિશ્રામ ગ્રાઉન્ડ પર ભાજપનું શક્તિપ્રદર્શન
આજે શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો છે. આ માટે પોલીસે ઉધના દરવાજાથી અઠવા ગેટ સુધીના માર્ગને વાહનચાલકો માટે બંધ રાખ્યો છે, જેને કારણે લોકોને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.