ખેડૂતોની ચિંતા વધી:દ. ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી, ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાતી 50 હજાર એકરમાં પડેલી પરાડીને નુકસાનની શક્યતા

સુરત12 દિવસ પહેલા
ડાંગરના પાક સાથે જે પરાડી હોય છે તેને અલગ કાઢવામાં આવે છે.
  • ડાંગરના પાકને સ્ટોરેજમાં સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવ્યો

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદના કારણે હંમેશા ખેતીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ફરી વરસાદ આવે તો પશુઓના ઘાસચારા અને લઈને મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. ડાંગરના પાકમાંથી મળતી પરાડી ઘાસચારા માટે ખૂબ જ સારી રીતે ઉપયોગમાં લેવાતી હોય છે.

પરાડીથી છ મહિના સુધી ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળી રહે છે
દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ આધુનિક રીતે થતી ખેતીના કારણે ડાંગરના પાક સાથે જે પરાડી અલગ કાઢવામાં આવે છે. જેનો ઉપયોગ પશુઓ માટે સૂકા ઘાસચારા તરીકે લેવામાં આવતો હોય છે. એટલા મોટા પ્રમાણમાં પરાડી મળે છે કે છ મહિના સુધી તમામ પશુઓને ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પશુના ખોરાક માટે ચિંતા રહેતી નથી. ઘણા એવા કિસ્સાઓમાં તો રાજ્યમાં જ્યારે અન્ય જિલ્લાઓની અંદર પશુઓ માટે સુકો ઘાસચારો ઉપલબ્ધ નથી હોતો ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી મોકલવામાં આવે છે.

પરાડીનો પશુઓ માટે સૂકા ઘાસચારા તરીકે લેવામાં આવતો હોય છે.
પરાડીનો પશુઓ માટે સૂકા ઘાસચારા તરીકે લેવામાં આવતો હોય છે.

ઘાસચારો ખુલ્લામાં છે તેને લઈને ચોક્કસ ચિંતા ઊભી થઈ
જયેશ પટેલે જણાવ્યું કે કમોસમી વરસાદ ખેડૂતો માટે હંમેશા ચિંતાનો વિષય રહે છે. સારી બાબત એ છે કે હાલ ડાંગરનો પાક લેવાઈ ગયો છે. ડાંગરના પાકને સ્ટોરેજમાં સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવ્યો હોવાથી કમોસમી વરસાદ આવે તો પણ તેને નુકસાન થવાની કોઈ શક્યતા નથી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં 50 હજાર એકર જમીન પર જે ઘાસચારો ખુલ્લામાં છે તેને લઈને ચોક્કસ ચિંતા ઊભી થઈ છે.