તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિજરત:સુરતથી છ દિવસમાં 7473 બસમાં 2.54 લાખ લોકો માદરે વતન પહોંચ્યાં

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક
સરકાર દ્વારા પરમીશન મળતાં જ બસ દ્વારા માદરે વતન જવા લોકોની સરવાણી વહેતી થઈ - Divya Bhaskar
સરકાર દ્વારા પરમીશન મળતાં જ બસ દ્વારા માદરે વતન જવા લોકોની સરવાણી વહેતી થઈ
 • તંત્ર દ્વારા કુલ 8855 પરમીટમાંથી 7473 બસ વતન પહોંચી
 • સુરતથી સૌથી વધુ અમરેલીમાં 3372 બસમાં લાખ લોકો પહોંચ્યા

કોરોનાના પોઝિટિવ કેસની સાથે સાથે લોકડાઉન લંબાઈ રહ્યું છે. જેથી રાજ્યના અન્ય વિસ્તારમાંથી રોજીરોટી માટે સુરતમાં સેટ થયેલા લોકોએ માદરે વતની વાટ પકડી છે. સૌરાષ્ટ્ર અને મહેસારાણા સહિતના વિસ્તારોમાં જવા માટે એસટી અને ખાનગી બસની સુવિધા કરવામાં આવી છે. જેમાં છેલ્લા છ દિવસથી મોટી સંખ્યામાં લોકો વતન જઈ રહ્યાં છે. તંત્ર દ્વારા કુલ 8855 પરમીટમાંથી 7473 બસ રવાના કરી દેવામાં આવી છે. હજુ 1382 બસ વેઈટીંગમાં છે. આ સાથે જ કુલ 2.54 લાખ લોકો પોતાના વતનમાં પહોંચી ગયાં છે.

ક્લેક્ટર કચેરીથી પરમીશન અપાય છે

રાજ્ય સરકાર દ્વારા શહેરમાંથી લોકોને તેમના વતન જવા માટે એસટીની વ્યવસ્થા કરી આપવાની સાથે સાથે ખાનગી બસને પણ મંજૂરી આપવામાં આવી છે. જિલ્લા ક્લેક્ટર દ્વારા બસોની પરમીટી ઈશ્યુ કરવામાં આવે છે. આ છ દિવસમાં કલેક્ટર કચેરી દ્વારા એસટી અને લકઝરી બસ થઈને 8855 બસને પરમીટ આપવામાં આવી છે. જેમાંથી 7473 બસ રવાના થઈ ગઈ છે. દેથી 2.54 લાખ લોકો પોતાના વતન પહોંચી ગયાં છે. 

હજુ પણ વતન જવા પ્રવાહ યથાવત

વતન જવા માટે સુરતમાંથી સતત લોકોનો પ્રવાહ યથાવત રહ્યો છે. હજુ પણ 1382 બસ દોડવા માટે વેઈટીંગમાં છે. સુરત શહેરમાંથી મંગળવાર સુધીમાં કુલ 6700 બસ રવાન થઈ હતી. જેમાં બુધવારના રોજ વધુ 773 બસ રવાના કરવામાં આવતાં કુલ7473 બસ રવાના થઈ ચુકી છે. આ બસના આંકડાઓમાં સૌથી વધુ બસ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં 3372 બસ રવાના થઈ ચુકી છે ભાવનગરમાં 2525 અને બોટાદમાં 408 બસ અને મહેસાણામાં 137 બસ રવાના કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો