તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સરથાણામાં ડીલરશિપના બહાને વેપારી સાથે રૂ. 12 લાખની ઠગાઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા લઈને ડીલરશિપ નહીં આપી
  • આરોપીઓ ફોન ઉપાડતા બંધ થઈ ગયા

સરથાણામાં વેપારીને ઇ બાઇકની ડીલરશિપ અપાવવાના બહાને ગઠિયાઓએ વેપારી પાસેથી 11.86 લાખ રૂપિયા લઈને ડીલરશિપ ન અપાવીને છેતરપિંડી કરી હતી. સરથાણા પોલીસના જણાવ્યા અનુસાર, નાના વરાછામાં શ્યામધામ ચોક પાસે મહાવીર સોસાયટીમાં રહેતા મહેશ જીવરાજ જેશાણી એક કંપનીની ઇલેક્ટ્રીક બાઇક વેચાણનું કામ કરે છે. તેમને રીવોલ્ટ ઇ બાઇક કંપનીની ડીલરશીપ લેવી હતી. તેઓએ કંપનીની વેબસાઇટ પર ડીલરશિપ લેવા માટે અરજી કરી હતી. જાન્યુઆરીમાં અજય શર્મા નામના વ્યક્તિનો મહેશ પર ફોન આવ્યો હતો.

અજયે ડીલરશિપ જોઈએ તો એડવાન્સમાં 1.36 લાખ રૂપિયા કંપનીમાં જમા કરાવવા કહ્યું હતું. મહેશના પાર્ટનર આશિષ જાજુએ તે રૂપિયા જમા કર્યા હતા. ત્યાર બાદ મનોજ ચૌહાણ નામના વ્યકિતએ એનઓસી લેટર માટે 5.75 લાખ રૂપિયા ભરવા જણાવતા મહેશે તે પણ ભરી દીધા હતા. ત્યાર બાદ 10 વર્ષનું લાઈસન્સ લેવા માટે 9.50 લાખ રૂપિયા ભરવા કહ્યું હતું.

મહેશે કહ્યું કે પહેલા કંપનીની વિઝિટ કરવા કોઈને મોકલે. ત્યારે મહેશે 4.75 લાખ રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ મનોજ ચોહાણ, અજય શર્મા કે અમિત કુમારે મહેશ કે તેમના પાર્ટનરનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. મહેશ જેશાણીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...