તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સરથાણામાં પત્નીએ મિસિંગની ફરિયાદ આપી, પતિ પ્રેમિકા સાથે પોલીસમાં હાજર

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ પતિ સામે ઘરેલુ હિંસા અને હેરાનગતિની ફરિયાદ નોંધાવી

સરથાણા વિસ્તારમાં રહેતી પરિણિતાને પતિએ ત્રાસ આપતો હતો. થોડા સમય પહેલા પતિ ઘર છોડીને જતો રહ્યો હતો. જેથી પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પતિ પ્રેમિકા સાથે હાજર થયો હતો. નાના વરાછા ખાતે શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતી સંગીતાના લગ્ન 2006માં આરોપી રૂચિત ધનજી પાનસુરિયા સાથે વતનમાં થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ તેઓ સુરત રહેવા આવ્યા હતા.

દંપતિને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. રૂચિત નાની-નાની વાતે સંગીતાને હેરાન કરતો હતો. ત્યાર બાદ તેઓ નંદિની સોસાયટીમાં રહેવા ગયા હતા. ત્યાં રૂચિત પરિણીતા નલિની ( નામ બદલ્યું છે)ના પ્રેમમાં પડ્યો હતો. રૂચિત અને નલિની એક બીજા સાથે નિયમિત મળતા હતા. રૂચિતનો ફોન સંગીતાના હાથમાં આવતા તેમાં નલિની અને રૂચિતના બીભત્સ ફોટા હતા. ત્યારે સંગીતાનો રૂચિત સાથે ઝઘડો થયો હતો. રૂચિતે જણાવ્યું હતું કે, તે નલીનીને પત્ની તરીકે રાખવા માંગે છે. તેથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ વધી ગયા હતા. થોડા દિવસો બાદ રૂચિત ગુમ થઈ ગયો હતો.

સંગીતાએ વરાછા પોલીસમાં રૂચિતના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયાના અઠવાડિયા બાદ રૂચિત પોલીસ સ્ટેશનમાં નલિની સાથે હાજર થઈ ‘અમે પ્રેમ કરીએ છીએ અને મૈત્રી કરારમાં રહીએ છે અને સાથે રહેશે’ એવું કહ્યું હતું. ત્યાર બાદ રૂચિત અલગ રહેવા લાગ્યો હતો. સંગીતાએ રૂચિત વિરુદ્ધ સરથાણા પોલીસમાં ઘરેલુ હિંસા અને હેરાન કરવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...