ક્રાઇમ:સરથાણામાં ડ્રાઈવરને ગેરેજમાં સ્કેનિંગ કરે છે કે કેમ જોવા મોકલી આપી પજેરો કાર લઈ 2 ગઠીયા ફરાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 ઠગ અમરેલીથી કાર સાથે પકડાયો, બીજો ફરાર

સરથાણામાં ડ્રાઈવરને ગેરેજમાં પૂછી આવો કે ગાડી સ્કેનીંગ કરે છે કે કેમ કહી 2 ગઠીયા બિલ્ડરના ભાગીદારની કાર લઈ ફરાર થઈ ગયા. આ ઘટનામાં વેસુના બિલ્ડર કશ્યપ રમેશ ભેદાએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે વનરાજ આહીર અને ભૌતિક ઉર્ફે બાલી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. પોલીસે અમરેલીના લાઠી ખાતેથી ભૌતિક ઉર્ફે બાલી અરજણ કામળીયા(19)(રહે,કાપોદ્રા)ને કાર સાથે પકડી પાડયો છે જયારે વનરાજ આહીર હજુ ફરાર છે. પોલીસે જણાવ્યું કે બિલ્ડરના ભાગીદાર મિહિર કાપડીયાની પજેરો કાર વેચવાની હતી.

આથી વનરાજ આહીરે ભાવેશનો કોન્ટેક્ટ કરી કાર જોવા માટે 16મી સપ્ટેમ્બરે આવ્યો હતો. ટેસ્ટ ડ્રાઇવ લઈ વનરાજએ ગેરેજવાળાને બતાવવાની વાત કરી હતી. પછી 18મી સપ્ટેમ્બરે પાછો જયરાજ અને ભૌતિક બન્ને સરથાણા કેનાલ રોડ પર એક ગેરેજમાં કાર બતાવવાની વાત કરી હતી. જેથી બિલ્ડરનો ડ્રાઇવર કાર લઈ આવ્યો હતો. જ્યાં સ્કેનિંગ કરવા માટે ગેરેજ પર જવા માટે ડ્રાઇવરની સાથે બન્ને કારમાં બેસી ગયા હતા. બાદમાં ડ્રાઈવરને ગાડી સ્કેનિંગ કરે છે કે કેમ, તે માટે મોકલી આપી બંન્ને પજેરો કાર લઈ ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...