તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સરથાણામાં પૂર્વ પ્રેમીએ 22 વર્ષીય શિક્ષિકાની છેડતી કરી

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાથે બ્લેડ માર્યાનો ફોટો સોશિયલ મીડિયા ઉપર મુકીને આત્મહત્યાની ધમકી આપી

સરથાણા વિસ્તારમાં રહેતી અને સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીની તેના પૂર્વ પ્રેમીએ છેડતી કરી હતી.એટલું જ નહીં તેની સાથે લગ્ન કરવા સોશિયલ મીડિયા પર પોતાના હાથે બ્લેડ માર્યો હોવાનો ફોટો મૂકી આત્મહત્યાની ધમકી આપી હતી.

સરથાણામાં રહેતી 22 વર્ષિય અમિતા( નામ બદલ્યું છે) ખાનગી સ્કૂલમાં શિક્ષિકા છે. ત્રણેક વર્ષ પહેલાં અમિતાની ઓળખાણ એક લગ્ન પ્રસંગમાં દૂરના સંબંધી નિર્ભય અશોક રાઠોડ( કુકાવાવ ગામ, અમરેલી) સાથે થઈ હતી. ત્યારે એકબીજાનો ફોન નંબર લીધો હતો. તેઓ નિયમિત વાતે કરતા હતા. તેમની વચ્ચે પ્રેમ સંબંધ સ્થપાયો હતો. આ વાતની જાણ અમિતાના માતા-પિતાને થઈ હતી. પિતાએ અમિતાને સમજાવ્યું હતું. નિર્ભય ખરાબ યુવક છે, અન્ય યુવતીઓ સાથે પણ વાતો કરતો હોય છે. તેથી અમિતાએ તેની સાથે સંબંધ કાપી નાખ્યો હતો. પરંતુ ત્યાર બાદ પણ નિર્ભય અમિતાને હેરાન કરતો હતો. તેનો પીછો કરતો હતો.

અમિતાના ઘર પાસે પાનને ગલ્લે આવીને ઉભો રહેતો હતો. હાથને બ્લેડ માર્યું હોય એવા ફોટો સોશિયલ સાઈટ પર મોકલતો હતો અને કહેતો કે લગ્ન ન કરશે તો તે આત્મહત્યા કરી લેશે. મંગળવારે પણ અમિતાના ઘર પાસે ઉભો રહેતા અમિતાના પિતાએ કંટ્રોલને જાણ કરતાં પોલીસ નિર્ભયને લઈ ગઈ હતી. અમિતાએ તેના વિરુદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...