તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સલાબતપુરામાં દુકાનનું ડબલ ભાડુ માંગી ભાડુતને માર માર્યો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સલાબતપુરાના મોમનાવાડમાં ટ્રસ્ટની મિલકતમાં ભાડુઆત પાસેથી ડબલ ભાડું વસુલવા માટે ટ્રસ્ટી સહિતનાઓએ ભાડુઆત સાથે ઝઘડો કરીને માર મારતા ફરિયાદ નોંધાવવામાં આ‌વી છે. રાંદેરના કુંભારવાડ ખાતે એલ રહેમાન એપાર્ટમેન્ટમાં રહેતા સલાઉદ્દીન શેખ સલાબતપુરા મોમનાવાડ ખાતે ટ્રસ્ટની મિલકતમાં છેલ્લા 16 વર્ષથી ચા-નાસ્તાની દુકાન ચલાવે છે. જેનું ભાડું વજીરવાલા કબ્રસ્તાન ટ્રસ્ટને ચુકવે છે. હાલ તેઓ મહિનાનું 4 હજાર રૂપિયા ભાડું ચુકવે છે.

કેટલાક સમયથી ટ્રસ્ટી અને અન્ય સભ્યો સલાઉદ્દીનને ભાડું ડબલ ચૂકવવા કહેતા હતા. સલાઉદ્દીને તેમને અવાર-નવાર સમજાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે ધંધામાં બિલકુલ મંદી છે જેના લીધે મારી આર્થિક સ્થિતિ સારી નથી. એટલે હાલ હું ડબલ ભાડું ચૂકવી શકું તેમ નથી. 14મીએ સલાઉદ્દીન દુકાન પર હાજર હતો ત્યારે ટ્રસ્ટી ઇલિયાસ વાડીવાલા, નુરા વજીરવાલા, ફતેહ ઉર્ફ ગોબો વજીરવાલા, સિદ્દીક વાડીવાલાએ આવી ડબલ આપવું પડશે એવું કહીને બોલાચાલી કરી હતી.

સલાઉદ્દીને ભાડું ડબલ આપવાની સ્થિતિ નહીં હોવાનું કહેતા સિદ્દીક અને ફતેહએ સલાઉદ્દીને ગાળો બોલી હતી. સિદ્દીકે માર મારી દુકાન ખાલી કરવાની ધમકી આપી હતી. પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતા તમામ આરોપીઓ નાસી ગયા હતા. રવિવારે સલાઉદ્દીને ઇલિયાસ વાડીવાલા, નુરા વજીરવાલા, ફતેહ વજીરવાલા અને સિદ્દીક વાડીવાલા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો