તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સચિનમાં યુવકને ચોર સમજી માર મારીને પતાવી દેવાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવકને માર માર્યાનું પીએમમાં ખુલ્યું
  • મૃતક મૂળ ઝારખંડનો યુવક નીકળ્યો

સચિન ખાતે આવેલા ગ્લોરીના વેલી રિસોર્ટ સોસાયટીમાં મકાન નં.132માંથી શનિવારે એક 30 વર્ષીય અજાણ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યાનો મૃતદેહ મળવાની જાણ થતા સચીન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બીમારીના કારણે અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હોવાની નોંધ સાથે પોલીસે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. જોકે સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. નિશા ચંદ્રાને અજાણ્યા યુવકનો મૃતદેહ જોઈ શંકા ગઈ હતી.

યુવકના શરીર પર માર માર્યો હોય તેવા ચકામાના નિશાન હોવાથી તેમણે યુવકની હત્યા થઈ હોવાની શંકા વ્યકત કરવાની સાથે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને રિફર કર્યો હતો. ફોરેન્સિક વિભાગના પોસ્ટમોર્ટમમાં યુવકનું મોત માર મારવાથી થયેલી ઈજાના કારણે થયુુ હોવાનું સામે આવતા સચીન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ થઈ ગઈ હતી.

મૃતક આનંદ ધિરેન્દ્ર રમાતી(૩૦) રહે. સુડા, સાંઈનાથ આવાસ મુળ ઝારખંડનો રહેવાસી હોવાનુ સામે આવ્યું હતું. તેમજ તેને ચોર સમજી કોઈક અજાણ્યા વ્યક્તિઓને માર માર્યો હોવાનું પણ સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આનંદને માર મારી હત્યા કરનારાઓની શોધખોળ હાથ ધરી છે. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...