તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પલસાણા પોલીસે દારૂ ભરેલી કારને અટકાવવા જતા ચાલકે ફુલસ્પીડમાં ભગાડી મુકી હતી. આથી પલસાણા પોલીસે સચિન પોલીસને જાણ કરી હતી. સચિનના પોલીસ કોન્સ્ટેબલ શનિવારે મોડીસાંજે પેટ્રોલિંગમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ પાસે ઊભા હતા. દરમિયાન દારૂ ભરેલી કારને પોલીસ કોન્સ્ટેબલ રામ ખોડીયાતરા અને અન્ય પોલીસકર્મી મયુરદાન ગઢવીએ રોકવાની કોશિશ કરતા બુટલેગરે કારને પોલીસકર્મી પર ચઢાવી દીધી હતી. જેના કારણે મયુરદાન ગઢવીને ગંભીર ઈજાઓ જયારે ડી સ્ટાફના રામ ખોડીયાતરાને હાથ-પગમાં સામાન્ય ઈજાઓ થઈ છે. કારમાં બુટલેગર સલીમ અનવર ફ્રુટવાલા અને ઝુબેર હતો. સલીમ ફ્રુટવાલાને તો પોલીસે પકડી લીધો જયારે ઝુબેર ફરાર છે.
કારમાંથી 2.19 લાખોની કિંમતનો વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. આ દારૂ નવસારીના સંજયએ આપ્યો છે. પોલીસકર્મી મયુરદાન ગઢવી સચીન પોલીસમાં અગાઉ ફરજ બજાવતો હતો. થોડા સમય પહેલા તેની એરપોર્ટમાં બદલી થઈ છે. એરપોર્ટમાં શનિવારે મયુરદાનની રજા હોવાથી મિત્રને મળવા સચીન આવ્યો હતો. આ બનાવ અંગે સચીન પોલીસે હત્યાની કોશિશ અને પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મને પલસાણા પોલીસનો ફોન આવ્યો હતો કે દારૂ ભરેલી કાર તમારા એરિયામાં આવી રહી છેહું પેટ્રોલિંગમાં હતો. આ સમયે મને પલસાણા પોલીસનો ફોન આવ્યો કે દારૂ ભરેલી એક કાર તમારા એરિયામાં આવી રહી છે, આથી હું સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ પાસે રોડ પર ઊભો રહી ગયો હતો. મારો મિત્ર મયુરદાન ગઢવી મારી સાથે હતો. જેથી તે પણ મને મદદ કરવા આવ્યો હતો. દરમિયાન દારૂ ભરેલી કારને અટકાવવા જતા ચાલક ભાગવા ગયો અને તેમાં મારા મિત્રની ઉપર કાર ચઢાવી દીધી હતી. મને કારની સામાન્ય ટક્કર લાગતા હાથ-પગમાં સામાન્ય ઈજા થઈ, જયારે મારા મિત્ર મયુરદાનને માથામાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. - રામ ખોડીયાતરા, પોલીસ કોસ્ટેબલ-સચીન પો.સ્ટે
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.