ફરજિયાત કેમેરા લગાવવા આદેશ:RTOના ટેસ્ટ ટ્રેકમાં સેન્સર બંધ છતાં ઘણા પાસ થઇ ગયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો પહેલાં અપાયેલો કોન્ટ્રાક્ટ ક્યારનો પૂરો
  • ટ્રેક પર ફરજિયાત કેમેરા લગાવવા આદેશ

આરટીઓના ટેસ્ટ ટ્રેકના સેન્સર બંધ છે છતાં અનેક અરજદાર ફોરવ્હીલરની ટેસ્ટમાં પાસ થઇ લાયસન્સ લઈ ગયા છે. જો સેન્સલ ચાલતા હોત તો ઘણા ફેઇલ થયા હોત. વર્ષો પહેલા અપાયેલો કોન્ટ્રાક્ટ ક્યારનો પુરો થઇ જવા છતાં મેઇન્ટેનન્સ કરનાર કોઈ નથી.

ટ્રેકમાં પ્રવેશતાની સાથે જ 90 સેકેન્ડમાં ગાડી રિવર્સમાં પાર્ક કરવાની હોય છે. આ પાર્કિંગ એરિયામાં સહેજ પણ ખોટી રીતે પાર્ક કરો તો સેન્સર બીપ-બીપ કરે છે અને અરજદાર નાપાસ થઇ જાય છે. આરટીઓમાં સરેરાશ 150 વ્યક્તિ ટેસ્ટ આપે છે અને મોટાભાગના પાસ થઇ જાય છે. ઘણીવાર અધિકારીઓની ભલામણ હોય તો 90 સેકેન્ડની જગ્યાએ વધારે સમય પણ અપાય છે.

આરટીઓના ટેસ્ટ ટ્રેકનું સતત મોનીટરીંગ થાય તે માટે રાજ્ય સરકારના વાહન વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જ્યાં ટેસ્ટટ્રેક હોય ત્યાં ફરજીયાત સીસી કેમેરા મુકવા પડશે. જ્યાં ટેસ્ટ લેવાઇ છે તે વિસ્તારમાં સીસીટીવી કેમેરા મુકવા તેમજ તેનું મોનિટરીંગ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જે કચેરીમાં સીસીટીવી કેમેરા ન હોય તે આરટીઓ દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ કરીને તાત્કાલીક મંજૂરી લેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...