અકસ્માત:ભરૂચ ઝઘડિયા નજીક રોડ અકસ્માતમાં ઘટના સ્થળે જ મિત્રના મોતના કલાકો બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું સુરત સિવિલમાં મોત

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઈકનો અકસ્માત થયો હતો અને મૃતક વિદ્યાર્થીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
બાઈકનો અકસ્માત થયો હતો અને મૃતક વિદ્યાર્થીની ફાઈલ તસવીર.
  • એકની એક બહેને ભાઈ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ

ભરૂચ ઝઘડિયા નજીક રોડ અકસ્માતમાં ઘવાયેલા માંગરોળના બે યુવાનો પૈકી એક વિદ્યાર્થીનું આજે સવારે સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. બન્ને મિત્રો વાલિયા મિત્રને મળીને પરત ફરતા અકસ્માત થયો હતો. એટલું જ નહીં પણ આ દુર્ઘટનામાં હિરેન નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યાંનાં કલાકો બાદ વિનેશનું પણ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. વિનેશ ધોરણ 12નો વિદ્યાર્થી હતો અને મિત્ર હિરેનના કહેવા પર પોતાની બાઇક લઈ વાલિયા ગયો હોવાનું પરિવારે જણાવ્યું હતું.

ટૂંકી સારવાર દરમિયાન ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત
પરિવારે જણાવ્યું હતું કે, અકસ્માત રવિવારે બપોરે થયો હતો. વાલિયા પોલીસે લગભગ 3 વાગે જાણ કરી હતી. તમારો દીકરો વિનેશ વસાવા રોડ અકસ્માતમાં ગંભીર છે અને એને ભરૂચ સિવિલમાં દાખલ કર્યો છે એમ કહેવામાં આવ્યું હતું. ભરૂચ સિવિલથી વિનેશને વધુ સારવાર માટે સુરત સિવિલ લઈ આવ્યા હતા. અહીંયા CT સ્કેન અને એક્સ-રે બાદ ટૂંકી સારવાર દરમિયાન વિનેશનું મોત નીપજ્યું છે. મજૂરી કામ કરતા પરિવારમાં વિનેશનો એક નાનો ભાઈ જે ધોરણ-6માં અને એક બહેન ધોરણ-10માં ભણે છે.

એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

વાલિયાથી પરત ફરતા બે મિત્રોને અકસ્માત નડ્યો હતો
પોલીસે જણાવ્યું હતું કે બન્ને મિત્રો માંગરોળ તાલુકાના નંદોલ ગામના રહેવાસી હતા. હિરેન એના મિત્ર પાસે વાલિયા રૂપિયા લેવા આવ્યો હતો. બાઇક ન હોવાથી હિરેનની બાઇક પર બન્ને મિત્રો આવ્યા હતા. જોકે પરત ફરતા અકસ્માત થયો હતો. બન્ને મિત્રોને કોઈએ ટક્કર મારી છે કે સ્લીપ થયા છે એ તપાસનો વિષય છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ગંભીર હાલતમાં વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગંભીર હાલતમાં વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.