રામપુરા સ્વામીનારાયણ મંદિરનો 186મો વાર્ષિક પાટોત્સવ 6ઠ્ઠીએ સવારે 8:00 વાગ્યે ઉજવાશે. જે અંતર્ગત સવારે 10થી 11 દરમિયાન નારાયણ મુનીદેવને સુવર્ણ વાઘાં અર્પણ કરાશે. મંદિરના કોઠારી પીપી સ્વામીએ કહ્યું કે, સુરતમાં પહેલી વખત સ્વામીનારાયણ ભગવાનને દોઢ કિલો સોનાના વાઘા અર્પણ કરાશે.
પૂજારી હરિસ્વરૂપાનંદ સ્વામીએ જણાવ્યું કે, આ વાઘા ભક્તોએ અર્પણ કરેલા સોનામાંથી બનાવાયા છે. અલંકાર સહિતના વાઘા મુંબઈના કારીગરોએ બનાવ્યા છે. જેમાં 6 મહિનાનો સમય લાગ્યો હતો. ગુરુવારે સવારે 6 વાગ્યે મંગળા આરતી, 6:30 વાગ્યે અભિષેક, 8:30 વાગ્યે સત્સંગ સભા, 10 વાગ્યે જળયાત્રા, 11 વાગ્યે સત્સંગ હાસ્યરસ સહિતના કાર્યક્રમો ઉજવાશે. એ સાથે જ ભગવાનને અન્નકુટ પણ ધરાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.