પુણાના ભૈયા નગરમાંથી 5 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની સાથે બળાત્કાર કરીને હત્યા કેસમાં પોલીસે આરોપીને 2 કલાકમાં ઝડપી પાડ્યો હતો. હવે તમામ વિભાગ સાથે સંકલન કરી 9 દિવસમાં ચાર્જશીટ કરવા પોલીસનો ટારગેટ છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો પણ પ્રયાસ થયો છે.
મૂળ દાહોદના ઝાલોદનો શ્રમજીવી પરિવાર પુણમાં બ્રિજ નીચે રહેતો હતો. મંગળવારની મધરાત્રે પરિવારની 5 વર્ષની બાળકીનું 32 વર્ષિય આરોપી લલનસિંગે અપહરણ કરીને તેની સાથે બળાત્કાર કરી તેની હત્યા કરી હતી. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ આ કેસને ગંભીરતાથી લઈને બાળકીને પરિવારને ન્યાય મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે.
પહેલો ટારગેટ ઝડપી ચાર્જશીટ કરવાનો છે. આ કેસમાં 9 દિવસની અંદર ચાર્જશીટ થઈ જાય એવો પોલીસનો ટારગેટ છે. તે માટે સરકારના તમામ વિભાગો વચ્ચે સંકલન કરવામાં આવ્યું રહ્યું છે. ખાસ કરીને તમામ રિપોર્ટ ઝડપથી મળે તે દિશામાં કામ કરાઈ રહ્યું છે.
જેથી પરિવારને ઝડપી ન્યાય મળી શકે. ગુરૂવારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો હતો તેમાં બાળકી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ કરવાનો પ્રયાસ થયો હોવાનું સ્પષ્ટ થયું હતું. તેથી પોલીસે મૂળ ફરિયાદમાં હત્યા,બળાત્કાર,સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય અને પોક્સોની કલમ ઉમેરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.