બેદરકારી:વિરોધ કરવામાં કોંગ્રેસીઓએ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોશિયલ ડિસ્ટન્સિંગ વિના કોંગ્રેસે શનિવારે બીજા દિવસે વિરોધ પ્રદર્શન કર્યું. - Divya Bhaskar
સોશિયલ ડિસ્ટન્સિંગ વિના કોંગ્રેસે શનિવારે બીજા દિવસે વિરોધ પ્રદર્શન કર્યું.
  • પેટ્રોલના ભાવવધારા સામે કોંગ્રેસનું સતત બીજા દિવસે પ્રદર્શન

પેટ્રોલ-ડિઝલ અને ચીજ-વસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં શુક્રવાર બાદ શનિવારે પણ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ ઉધના ત્રણ રસ્તા, પુણા બીઆરટીએસ કેનાલ રોડ, રાંદેર રૂષભ પેટ્રોલ પંપ પાસે, કરંજ, સોશિયો સર્કલ સહિતના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જોકે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોરોના જાણે ગાયબ થઇ ગયો તેવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડતા દેખાયા હતા. એટલું જ નહીં, ઘણાં કોંગ્રેસી કાર્યકર્તાઓના મોઢા માસ્ક પર નહતું. પ્રજાહિતનો મુદ્દો ઉપાડવામાં કોંગ્રેસીઓ બીજી તરફ સંક્રમણને આમંત્રણ આપતા નજરે પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...