વિકાસ કામોને ગતિ:વેસુ, સરસાણા, વરિયાવ, જહાંગીરપુરા કોસાડમાં નવી 6 TPને સૈધ્ધાંતિક મંજૂરી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 રહેણાંક ટીપી અને 1 ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં વિકાસ કામોને ગતિ મળશે

પાલિકાની નગર નિયોજન સમિતિમાં શહેરમાં 5 રહેણાંક અને 1 ઇન્ડસ્ટ્રિયલ મળી નવી 6 ટી.પી સ્કીમ બનાવવા સૈધ્ધાંતિક મંજૂરી આપી દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી અપાઇ છે. જેમાં કોસાડ, વરિયાવ, વેસુ, સરસાણા અને જહાંગીરપુરામાં રહેણાંક અને ગભેણીમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું આયોજન છે.

મંજૂરી બાદ આ વિસ્તારોમાં વિકાસના કામો શરૂ થશે. રોડ, રસ્તા, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, લાઇબ્રેરી, પ્રાથમિક શાળા, હેલ્થ સેન્ટર, સ્પોર્ટસ કોમ્પલેક્ષ જેવી સુવિદ્યાનો નાગરિકોને ભવિષ્યમાં લાભ મળશે. સુડાની મંજૂર વિકાસ યોજના-2035 મુજબ પાલિકામાં નવા સમાવિષ્ટ રહેણાંક ઝોન તથા ઇન્ડસ્ટ્રિયલ ઝોન વિસ્તાર, મૂળ સુરતના કેટલાંક નોન ટી. પી. વિસ્તારોનો સમાવેશ કરીને નવી ટી. પી. બનાવવા તજવીજ શરુ થઈ છે.

નવા વિસ્તારોનું સુવ્યવસ્થિત આયોજન થઇ શકે, સુવ્યવસ્થિત રોડ નેટવર્કનું આયોજન સાથે સુગ્રથિત વિકાસનું માળખું તૈયાર કરવા ટી. પી. સ્કીમ અનિવાર્ય છે. કોસાડ ટીપી નંબર 6,, ગભેણી ટીપી નંબર 87, વરિયાવ ટીપી નંબર 88, વેસુ ટીપી નંબર 91, સરસાણા ટીપી નંબર 90, જહાંગીરપુરા ટીપી નંબર 89ને સૈધાંતિક મંજુરી અપાઈ છે. જેનો વિસ્તાર 971.22 હેક્ટર છે. આ ટીપીમાંથી કુલ 97,12, 200 ચો.મી. જગ્યા છે. જેમાંથી શહેરની પ્રજાના વિવિધ વિકાસના કામો માટે 38,84,880 ચો.મી. જગ્યા પાલિકાને મળી રહેશે.

વધુ 4 TPનું આયોજન, કુલ 135 અમલી
નવી 6 ટી.પી ઉપરાંત વધુ 4 બનાવવાનું આયોજન હેઠળ છે. શહેરમાં હાલ 135 ટી.પી. સ્કીમ અમલી છે. જે પૈકી 63 સ્કીમ ફાઇનલ, 13 સ્કીમને પ્રિલિમનરી તથા 59 સ્કીમને ડ્રાફ્ટ તરીકે સરકારની મંજૂરી મળી છે.

નવી ટીપીમાં કેટલી જમીનનો સમાવેશ?
વિસ્તારહેક્ટર
ટી.પી 86 (કોસાડ)202.33
ટી.પી 87 (ગભેણી)204.1
ટી.પી 88 (વરિયાવ)195.94
ટી.પી 91 (વેસુ)136.04
ટી.પી 90 (સરસાણા)143.58
ટી.પી 89(જહાંગીરપુરા)89.23

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...