ક્રાઇમ:પીપલોદમાં પરિણીતા દરવાજો તોડી સાસુ પાસેથી દીકરીને ઉપાડી ગઈ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પીપલોદમાં પતિથી અલગ રહેતી પરિણીતાએ ભાઈ અને બનેવી સાથે પતિને ઘરે ઘુસી જઈ સાસુને માર મારી પોતાની સાડા ત્રણ વર્ષની દીકરીને લઈને નાસી ગઈ હતી. પીપલોદમાં સુમન સરિતા આવાસમાં રહેતા જમીન દલાલ રાજીવ રામચંદ્ર ખત્રી માતા-પિતા અને સાડા ત્રણ વર્ષની દીકરી સાથે રહે છે. રાજીવની પત્ની સુરભી ઉર્ફ રીટાને માનસિક બિમારી હોવાથી જુનથી સુરભી તેના પિયર રાજકોટમાં રેલવે સ્ટેશન સામે શાસ્ત્રીનગરમાં રહે છે. સુરભી માનસિક બીમાર હોવાથી રાજીવે દિકરીને તેની સાથે મોકલી ન હતી.

સુરભીએ રોજકોટની કોર્ટમાં દીકરી માટે સર્ચ વોરન્ટ માટે અરજી કરી હતી. કોર્ટે તે અરજી રદ્દ કરી હોવાથી દિકરીનો કબજો રાજીવ પાસે હતો. શનિવારે રાજીવ ધંધાની મિટિંગ માટે અડાજણ હતા. ઘરે રાજીવની માતા જયશ્રીબેન અને બાળકી હતી. ત્યારે સુરભી,વાસુ લુંઢ(રાજીવનો સાઢુ),વિક્કી (વાસુનો દીકરો) અને યોગેશ બચ્ચાની( રાજીવનો સાળો) ઘરે આવ્યા હતા. જયશ્રીબેન ધક્કો મારતા પડી જતા છાતીના ભાગે અને કમરના ભાગે ઇજા થઈ હતી. રાજીવ ખત્રીએ પત્ની,સાળો અને સાઢુભાઈ સહિત 4 સામે ઉમરા પોલીસમાં સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દીકરીને લેવા માતા બુરખો પહેરી આવી હતી
ઘરનો બેલ વાગતા જયશ્રીબેને લેન્સવાળા હોલમાંથી જોતા બુરખામાં કોઈ મહિલા હતી. કાંઈ અજુગતું લાગતા દરવાજો ખોલ્યો ન હતો. તેથી આરોપીઓ દરવાજાને તોડીને ઘરમાં ઘુસી આવ્યા હતા. જયશ્રીબેનને માર મારવા લાગ્યા હતા. એક જણાએ કહ્યું કે, રીટા તુમ બચ્ચી કો લે કે ઘર નીકલ જાવો. સુરભી પણ સાસુને માર મારીને દીકરીને લઈને બહાર નીકળી ગઈ હતી. ઘરમાંથી ભાગતા-ભાગતા જયશ્રીબેનને ધક્કો માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...