ફરિયાદ:પાંડેસરામાં લગ્નની લાલચે કિશોરી પર વિધર્મીનું દુષ્કર્મ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પાંડેસરામાં રહેતી 16 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી વિધર્મી યુવક ભગાડી ગયો હતો. કિશોરીને વિધર્મી યુવકે માર મારી રેપ પણ કર્યો હતો. આ ઘટનામાં ડિંડોલી પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ લઈ આરોપી તૌફીક જહાંગીર પટેલ(21)(રહે,પદમાવતી સોસા,લિંબાયત) સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી તૌફીકએ લગ્નની લાલચ આપી 20મી તારીખે કિશોરીને તેના ઘરે લઈ ગયો હતો પછી તેની સાથે જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા. કિશોરી ના પાડે તો તેને માર મારતો હતો.

કિશોરી કંટાળી ગઈ હતી. જો કે માતા પડી ગઈ હોવાથી પિતાએ બધુ ભૂલી જવા કહ્યું હતું. ત્યાર પછી 22મી તારીખે પાછો તૌફીક રિક્ષા લઈને આવ્યો હતો અને ડિંડોલીમાં એક હોટેલમાં કિશોરીને લઈ ગયો હતો. જયા સંબંધ રાખવા દબાણ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી કિશોરીએ કંટાળી 100 નંબર પોલીસને જાણ કરી દેતા ડિંડોલી પોલીસ ત્યાં દોડી આવી હતી.