બબાલ:સુરતના પાંડેસરામાં શેરી ગરબામાં માથાભારે શખ્સોએ ગરબે રમતા યુવકને ઢોર માર માર્યો,બચાવવા દોડેલી માતાને પણ ઈજા પહોંચી

સુરત2 દિવસ પહેલા
માતાને હાથના ભાગે અને દીકરાને માથાના તથા હાથના ભાગે ઈજા પહોંચી હતી.
  • ઓડિશાવાસી મા દીકરા પર હુમલો થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા

સુરતના પાંડેસરા વિસ્તારના અમરતનગરમાં આયોજિત શેરી ગરબામાં બબાલ ઉભી કરી માતા-પુત્રને જાહેરમાં માર મરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. 108માં સારવાર માટે સિવિલ લવાયા મહંતી પરિવારે જણાવ્યું હતું કે, હુમલાખોર મુન્ના ગોરખધંધા સાથે સંકળાયેલો છે. પોલીસે પણ ફરિયાદ દાખલ કરવાના બદલે સમાધાન કરી લેવા સૂચના આપે છે. મા અને ભાઈનું માથું ફાડી નાખનારને સજા થવી જ જોઈએ.

બાજુની શેરીમાં પણ બબાલ કરી હતી
સુદામા મહંતી (ઇજાગ્રસ્ત મહંતી પરિવારનો સભ્ય) એ જણાવ્યું હતું કે, તેઓ ઓડિશાના રહેવાસી છે. સુરતમાં લુમ્સ ખાતામાં કામ કરી રોજગાર મેળવી રહ્યા છે. બુધવારની રાત્રે નવરાત્રિના તહેવારને લઈ શેરીમાં આયોજિત ગરબા મહોત્સવમાં બહારથી આવેલા તપોરીઓએ બબાલ ઉભી કરી ભાઈ પ્રદીપને જાહેરમાં માર માર્યો હતો. બચાવવા આવેલી વૃદ્ધ માતાને પણ ઈજાગ્રસ્ત થયાં હતાં.હુમલાખોર મુન્ના પાછળની શેરીમાં યુવાનને માર મારી અમારી શેરીમાં આવ્યો હતો. ઓટો રિક્ષામાં સાથી મિત્રો જોડે આવેલા મુન્નાએ પોતાનો ધાક ઉભો કરવા પ્રદીપને ધક્કો મારી ઝઘડાની શરૂઆત કરી હતી. ભાઈ પ્રદીપે ઠપકો આપતા હુમલાખોરો તૂટી પડ્યા હતા. ગરબામાં ભાગદોડ મચી ગઇ હતી. તલવાર, હોકી, ફટકા વડે પ્રદીપને માર ખાતા જોઈ માતા બચાવવા દોડી હતી. હુમલાખોરોએ માતાના માથે ફટકા મારી ભાગી ગયા હતા.

ઈજાગ્રસ્ત પર ગરબા રમતા હુમલો થયો હતો.
ઈજાગ્રસ્ત પર ગરબા રમતા હુમલો થયો હતો.

મા-દીકરાને ટાંકા લેવા પડ્યાં
રાત્રે બનેલી ઘટનાબાદ ઇજાગ્રસ્ત ભાઈ અને માતાને સારવાર માટે સિવિલ લઈ આવતા માતાના માથે ટાંકા લેવા પડ્યા હતા. ભાઈના ખભે ફેક્ચર થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા તો પોલીસે સમાધાન કરવું છે કે, ફરિયાદ કરવી છે એવા અજીબ સવાલ કરી ગોરખધંધા સાથે સંકળાયેલા આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો પીડિત પરિવારે આરોપ લગાડ્યો હતો.