તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચિત્ર ઘટના:સુરતના પાંડેસરામાં યુવાન પોતાના જ જેકેટથી ટેમ્પાના પાછળના હુકમાં ફાંસો લાગેલી હાલતમાં મૃત મળ્યો, આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય સર્જાયું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટેમ્પોની પાછળ જેકેટથી ફાંસો લાગેલી હાલતમાં યુવાન મળી આવ્યો. - Divya Bhaskar
ટેમ્પોની પાછળ જેકેટથી ફાંસો લાગેલી હાલતમાં યુવાન મળી આવ્યો.
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે

સુરત શહેરના પાંડેસરા ગંગા નગરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક યુવાન પોતાના જ ગરમ જેકેટથી ટેમ્પાના પાછળના હુકમાં ફાંસો લાગેલી હાલતમાં મૃત મળી આવતા તમામ આશ્ચર્યમાં પડી ગયા છે. મરનાર શંકર જૈના ઓરિસ્સાવાસી હોવાનું અને સંચાખાતાનો કારીગર હોવાનું બહાર આવ્યું છે. બે વર્ષ પહેલાં રોજગારીની શોધમાં સુરત આવેલા શંકરના આશ્ચર્યજનક મોતને લઈ આત્મહત્યા કે હત્યાને લઈને પ્રશ્નો ઉભા થયા છે.

ઘરેથી સવારે 4 વાગ્યે નીકળેલા યુવાનના 8 વાગ્યે મોતની જાણ થઈ
રણજિત જૈના (મૃતકનો ભાઈ) એ જણાવ્યું હતું કે, શંકર આજે વહેલી સવારે લગભગ 4 વાગે ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ સવારે 8 વાગે પોલીસે મૃત થયો હોવાની જાણ કરી હતી. શંકર સંચાખાતાનો કારીગર હતો. ચાર ભાઈઓમાં નાનો ભાઈ હતો.

શંકરના મોતને લઈ પોલીસ પણ મૂંઝવણમાં છે.
શંકરના મોતને લઈ પોલીસ પણ મૂંઝવણમાં છે.

યુવકના મોતને લઈ પોલીસ પણ મૂંઝવણમાં
પોલીસે જણાવ્યું હતું કે, શંકરના મોતને લઈ પોલીસ પણ મૂંઝવણમાં છે. અજ્ઞાત વ્યક્તિએ જાણ કર્યા બાદ પોલીસ ઘટના સ્થળે ગઈ હતી. શંકર નામનો ઇસમ ફાંસો લાગેલી હાલતમાં મળી આવ્યો હતો. ઠંડીનું જેકેટ ટેમ્પાના પાછળના હુકમાં ભેરવાઈ જતા ફાંસો લાગી ગયો હોવાનું હાલ અનુમાન છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો