સુરતના પાંડેસરા ખાતે પ્રેમિકાના પિતાને માર મારી યુવકે મેં તેરી લકડી કે સાથે બહોત પ્યાર કરતા હું અગર ઉસકી શાદી દૂસરે કે સાથ કી તો તુમ્હારે પૂરે પરિવાર કો જાન સે માર દૂંગા તેવી ધમકી આપીહતી. પાંડેસરા પોલીસે પરિવારની ફરિયાદ લઈને યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કામ પર જતા રોકીને બબાલ કરી
પાંડેસરા બાયલી બોય માધવ નગરની બાજુમાં સુડાવડ ખાતે રહેતા નારાયણબાઈ વીરુભાઈ શેટ્ટીએ બેસ્ટ ગાર્ડન પાસે સંગમ સોસાયટીમાં રહેતા જગ્ગા ગોડ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે નારાયણ શેટ્ટી કામ ઉપર જઈ રહ્યા હતા ત્યારે જગ્ગા ગોડેએ ઉભા રખાવ્યાં હતાં.બાદમાં બબાલ શરૂ કરી હતી.
હુમલો કરી ધમકી આપી
ભેસ્તાન યુનિટી એસ્ટેટ સીએનજી પંપ પાસે નારાયણભાઈને અટકાવ્યા હતાં અને ચપ્પુથી હુમલો કર્યો હતો. ત્યારબાદ નારાયણને ધમકી આપી હતી કે મે તેરી લડકી કે સાથે બહોત પ્યાર કરતાં હતું. અગર ઉનકી શાદી દૂસરે કે સાથ કી તો તુમ્હારે પૂરે પરિવાર કો જાન સે માર દૂંગા તેવી ધમકી આપી નાસી છૂટ્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.