તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પાંડેસરામાં રૂ. 2 હજારની લેતીદેતીમાં યુવકને થાંભલા સાથે બાંધી માર માર્યો

સુરત3 મહિનો પહેલા
  • સોશિયલ મીડિયામાં વીડિયો ફરતો થતાં પોલીસ દોડતી થઇ
  • યુવકે ફરિયાદ આપતા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી

પાંડેસરામાં માત્ર 2 હજાર રૂપિયાની લેતીદેતીમાં ચાર લોકોએ એક યુવકને તેના ઘરેથી ઉંચકી લાવીને થાંભલા સાથે બાંધી માર માર્યો હતો. યુવકને થાંબલા સાથે બાંધીને માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાઇરલ થતાં પાંડેસરા પોલીસ દોડતી થઈ હતી. જેમાં પીડિત યુવકે ફરિયાદ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી.

પાંડેસરા ખાતે આવેલા જય અંબે નગર સોસાયટીમાં રહેતા રોહિત નામના યુવકે 6 મહિના પહેલા 2 હજારની રકમ દીપક નામના શખ્સ પાસેથી ઉછીની લીધી હતી. આ રકમ રોહિત આપી ન શકતા દીપક અને તેના સાગરિતોએ 14મી તારીખે મોડીરાતે રોહિતને ઊંચકી લાવી અર્ધ નગ્ન કરી થાંભલા સાથે બાંધી દીધો હતો અને પછી તેને માર માર્યો હતો. લગભગ એકાદ કલાક સુધી આરોપીઓએ તેને બાંધી રાખ્યો હતો. રોહિતે આજીજી કરી છતાં ચારેય બદમાશોએ તેની વાત ન માની માર માર્યો હતો.

આ બનાવ અંગે પાંડેસરા પોલીસમાં રોહિતે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મારામારી, કર્ફયુ ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સન્ની, આકાશ, દીપક અને અરવિંદ નામના બદમાશોને પકડી પાડયા છે.

અન્ય સમાચારો પણ છે...