તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મર્ડર:પાંડેસરામાં થર્ટી ફર્સ્ટે બર્થ ડે પાર્ટીમાં ઝઘડાે થતા કાસળ કઢાયું; જાહેરમાં મટનના છરા વડે 10 ઘા ઝીંકી યુવકની હત્યા, 4ની ધરપકડ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવકની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક યુવકની ફાઈલ તસવીર.
  • હુમલાખોરોએ મૃતકના ભાઈને પણ માર માર્યો હતો
  • હત્યારા મુન્નાને એવું હતું કે, હાર્દિક મારી ગેમ કરી નાંખશે

શહેરમાં છેલ્લા 21 દિવસમાં આઠમી હત્યાનો બનાવ પાંડેસરામાં નોંધાયો છે. થર્ટી ફર્સ્ટે અનંત ઉર્ફે ડી.એમના જન્મદિવસે હત્યારા મુન્નાએ હાર્દિકના ભાઈને માર મારી ‘પંચવટી સોસાયટીમાં હવે પછી દેખાશે તો મારી નાખીશ, યે મેરા ઈલાકા હૈ’ એવુ કહી ધમકી આપી હતી. આ ઝઘડાની અદાવતમાં મુન્નાને એવું હતું કે, આ મારી ગેમ બનાવી દેશે, તે પહેલા મુન્નાએ સાગરિતો સાથે હાર્દિક ગવલી અને તેના મિત્ર અનંત ઉર્ફે ડીએમ પર ગુરુવારે મોડીરાતે મટન કાપવાના છરાથી હાર્દિકને 10 ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો.

ફર્સ્ટ પર્સન : હત્યારાઓએ પાછળથી હુમલો કર્યો
હું અને મારો મિત્ર હાર્દિક ઘરેથી ગુરુવારે રાત્રે પંચવટી સોસાયટી પાસે આવેલા પાનના ગલ્લે સિગારેટ પી ઘરે જતા હતા ત્યારે મુન્નાએ હાર્દિક પર હુમલો કર્યો. હું હાર્દિકને બચાવવા વચ્ચે પડયો તો મને પણ માર માર્યો હતો. હાર્દિકને મુન્ના, અમિતે છરાથી ઘા માર્યો બાદમાં હાર્દિકને હું 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જતા મોત થયું હતું. - અનંત ઉર્ફે ડીએમ.પાંડે, મૃતકનો મિત્ર.

મોટાભાઈને નાનો ભાઈ લોહીના ખોબોચિયામાં મળ્યો
મનોજ ગોંડ (મૃતક હાર્દિકનો ભાઈ) એ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની રાતની છે. હું નોકરી પરથી આવ્યા બાદ ભોજન કરવા બેઠો હતો. એવામાં જ મિત્રનો ફોન આવ્યો હતો. તારા ભાઈને વાગ્યું છે જલ્દી આવ, એટલે હું દોડીને પાંડેસરા હાઉસિંગ ગયો હતો. જ્યાં મારો ભાઈ એક અનાજ-કરીયાણાની દુકાનની બાજુમાં ઇજાગ્રસ્ત હાલતમાં અને લોહીના ખાબોચિયામાં પડેલો હતો.

સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો
વધુમાં જણાવ્યું હતું કે તાત્કાલિક 108માં ભાઈ હાર્દિકને સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, હાર્દિક પર હુમલો બે ટપોરી અને માથાભારે ઈસમો સહિત 4-5 જણાએ કર્યો હતો. ઉપરા-ઉપરી 4-5 ઘા મારી હુમલાખોરો ભાગી ગયા હતા. અગાઉ પણ માથાભારેએ નજીવી બાબતે મારી ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ તલવાર લઈ ઘરમાં ઘૂસી ગયો હતો. એ સમયે પોલીસે ફરિયાદ લઈ કડક કાર્યવાહી કરવાના બદલે મને ધક્કા ખવડાવ્યા હતા. જેને લઈ આજે મારા ભાઈની હત્યા કરવામાં આવી છે. અમે સામાન્ય પરિવારના છીએ અને આર્થિક રીતે ઘરને મદદરૂમ થતા ભાઈની હત્યાને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.