• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Palsana's Awadh Sangrila, Police Cracked Down On Color, Arresting 25, Including 6 Young Women Working In A Spa With A Liquor Party

મહેફિલ પર રેડ:પલસાણાના અવધ સાંગ્રીલામાં રંગમાં પોલીસે ભંગ પાડ્યો, દારૂની પાર્ટી સાથે સ્પામાં કામ કરતી 6 યુવતીઓ સહિત 25 ઝડપાયા

સુરત21 દિવસ પહેલા
રાત્રિના સમયે ચાલતી રંગીન પાર્ટીમાંથી સ્પામાં કામ કરતી યુવતીઓ પણ ઝડપાઈ હતી.
  • પોલીસે રાત્રિના સમયે રેડ કરીને કાર્યવાહી કરી

સુરત જિલ્લાના પલસાણામાં આવેલા લક્ઝુરિયસ અવધ સાંગ્રીલામાં પોલીસે રેડ કરી હતી.મોડીરાત્રે પોલીસે કરેલી રેડમાં દારૂની પાર્ટી માણતા 25 જેટલા લોકોને ઝડપી લીધા હતાં. આ ઝડપાયેલામાં 6 જેટલી સ્પા ચલાવતી યુવતીઓ સામેલ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સ્પામાં કામ કરતી યુવતીઓ પાર્ટીમાં શું કરી રહી હતી તે અંગે તપાસ ચલાવાઈ રહી છે.
સ્પામાં કામ કરતી યુવતીઓ પાર્ટીમાં શું કરી રહી હતી તે અંગે તપાસ ચલાવાઈ રહી છે.

બાતમીના આધારે રેડ કરાઈ
પલસાણામાં હાઈ વે પર આવેલા લક્ઝુરિયસ ફાર્મ હાઉસ કમ કલબમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, અહિં બહારથી મહિલાઓને બોલાવીને પાર્ટી કરાવામાં આવી રહી છે. જેથી પોલીસે મોડીરાત્રે પાડેલી રેડમાં દારૂના નશામાં ઝૂમતા અને પાર્ટી કરતાં 25 લોકોને ઝડપી પાડ્યાં હતાં. તમામને ઝડપી લઈને મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.

પોલીસે રાત્રિના સમયે રેડ કરીને સુરતના યુવકોને ઝડપી લીધા હતાં.
પોલીસે રાત્રિના સમયે રેડ કરીને સુરતના યુવકોને ઝડપી લીધા હતાં.

142 બોટલ દારૂ પકડાયો
પોલીસે મહેફિલ માણતા પકડાયેલા ઈસમો પાસેથી મોબાઈલ જેની કિંમત અંદાજે 1.65 લાખ, વાહનો સહિતના આરોપીઓના કબ્જામાં રહેલા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 142 નંગ બોટલ જેની કિંમત 30 હજાર થાય છે. પાર્ટીમાંથી કુલ 27.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓના નામ સહિતની વિગત

દારૂની સાથે ડાન્સ પાર્ટી અને અન્ય ગતિવિધિઓ પર પણ તપાસ ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
દારૂની સાથે ડાન્સ પાર્ટી અને અન્ય ગતિવિધિઓ પર પણ તપાસ ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.