અભયમ મદદે આવ્યું:પલસાણામાં યુવતીને વારંવાર ફોન કરી યુવક મળવા બોલાવી હેરાનગતિ કરતો, 181ની ટીમ રેસ્ક્યુ કર્યુ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવકને પોલીસ હવાલે 181ની ટીમે કર્યો હતો(ફાઈલ તસવીર) - Divya Bhaskar
યુવકને પોલીસ હવાલે 181ની ટીમે કર્યો હતો(ફાઈલ તસવીર)
  • 500 રૂપિયાના બદલામાં યુવક દ્વારા હેરાનગતિ કરાતી હતી

સુરત જિલ્લાના પલસાણા તાલુકાની એક યુવતીએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરીને જણાવ્યું કે, એક યુવક તેને કેટલાય સમયથી મોબાઈલ ફોન કરીને મળવાની માંગણી કરી રહ્યો છે. જેથી બારડોલી સ્થિત અભયમ રેસ્ક્યું ટીમે યુવતીને મદદ કરીને યુવકની હેરાનગતિમાંથી યુવતીને બચાવી હતી.

યુવતી ગભરાઈ ગઈ હતી
હિમાનીબેન(નામ બદલ્યું છે)એ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું કે, એક અજાણ્યો યુવક સતત તેના પર્સનલ મોબાઈલ ઉપર કોલ કરીને તેને મળવા બોલાવી હૈરાન કરી રહ્યો છે. જેથી બારડોલીની 181 અભયમ રેસ્ક્યું ટીમે સમગ્ર ઘટનાની હકીકત જાણી હિમાનીને અજાણ્યા યુવકને મળવાની હા પાડી એક સ્થળ પર બોલાવવા કહ્યું હતું. તે સમયે હિમાનીબેન ખૂબ ગભરાઈ ગયા હતા. પરંતુ અભયમ ટીમે તેમને સાંત્વના આપી હિંમત વધારી હતી.

રૂપિયાના બદલામાં હેરાન કરાતી
અંતે 181 ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હિમાનીબેનને મળવા આવેલા અજાણ્યા યુવકને ઝડપીને તેની પૂછપરછ કરી હતી. અજાણ્યા યુવકે જણાવ્યું હતું કે, “મને એક ત્રાહિત વ્યક્તિ દ્વારા હિમાનીબેનને ભવિષ્યમાં બ્લેકમેલ કરવા હેતુથી વીડિયો બનાવવા માટે 500 રૂપિયા મળ્યા હતા.” સમગ્ર હકીકત જાણીને અભયમ ટીમે યુવકનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. આ ઉપરાંત હિમાનીબેનને પણ આ બાબતે કાયદાકીય સમજ આપીને પોલીસ સ્ટેશનમાં અરજી આપવાનું સુચન કર્યું હતું, જેના ભાગરૂપે હિમાનીબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.