પાલનપુર વિસ્તારમાં રહેતી ત્યકતા મહિલાને તેના પૂર્વ પતિના મિત્રએ ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કર્યું હતું. તેરા ડિવોર્સ હો ગયા હૈ, મેરે સાથ ફ્રેન્ડશીપ કર લે, તુમ મેરે કો અચ્છી લગતી હે એવું કહી છેડતી પણ કરી હતી. જોકે મહિલા શરણે ન થતા મહિલાના પતિ સાથેના ફોટો બિભત્સ અોડીયો ક્લીપ સાથે વાયરલ કર્યા હતા. બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પાલનપુર વિસ્તારમાં રહેતી 32 વર્ષીય દામીની(નામ બદલ્યું છે)ને પતિ સાથે મનમેળ ન થતા છુટાછેડા લઈ લીધા હતા.
ત્યાર બાદ વર્ષ 2021માં બીજા લગ્ન કર્યા હતા. દરમિયાન દસેક મહિના પહેલા દામીનીના પૂર્વ પતિના મિત્ર ભરતસીંગ ઉર્ફે જશપાલસીંગએ દામીનીને ફોન કરી `તેરા ડિવોર્સ હો ગયા હૈ, તો મેરે સાથ ફ્રેન્ડશીપ કર લે, તુમ મેરે કો અચ્છી લગતી હૈ` એવું કહ્યું હતું. જેથી પરિણીતાએ ફોન કાપી નાંખ્યો હતો. જોકે તેમ છતા ભરતસીંગ વારંવાર ફોન કરી મિત્રતા કરવા દબાણ કરતો હતો તેમજ ગાળાગાળી કરતો હતો. જેથી કટંાળીને દામીનીએ ભરતસીંગનો નંબર બ્લોક કર્યો હતો. જો કે, નંબર બ્લોક કરવા છતા તેણે જુદા જુદા નંબર પરથી કોલ અને મેસેજ તથા વિડીયો કોલ કરી હેરાન કરવાનું શરૂ કર્યુ હતું.
માત્ર એટલું જ નહી સોશિયલ મિડીયા પરથી પરિણીતા અને તેના પતિના ફોટો ડાઉનલોડ કરી તેમાં બિભત્સ ઓડિયો ક્લીપ એડ કરી તે વિડીયો દામીનીને તેમજ તેના પતિ તેમજ સંબંધીઓને મોકલી આપ્યા હતા. આખરે કંટાળીને મહિલાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે, આરોપી તેના પૂર્વ પતિનો મિત્ર જ છે. જે મહિલાને વારંવાર કોલ કરી હેરાન કરતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.