• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Order To Woo The Voters, Adichoti Emphasized In Campaigning Including The Rush Of Political Parties, Leaders Meeting rally During The Sunday Holiday.

સુરત સત્તાનો સંગ્રામ LIVE:મતદારોને રિઝવવા રવિવારની રજામાં રાજકીય પાર્ટીઓની દોડાદોડ, નેતાઓ સભા-રેલી સહિતના પ્રચારમાં એડિચોટીનું જોર લગાવ્યું

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
નેતાઓ અને કાર્યકરો ડોર ટૂ ડોર પ્રચારમાં પણ જોડાયા છે. - Divya Bhaskar
નેતાઓ અને કાર્યકરો ડોર ટૂ ડોર પ્રચારમાં પણ જોડાયા છે.

ગુજરાત વિધાનસભાના પ્રથમ ચરણના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે મતદારોને રિઝવવા માટે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી સહિતના પક્ષોએ એડિચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે રવિવારની રજામાં મજા કરવાની જગ્યાએ દરેક રાજકીય પક્ષના નેતાઓ મતદારોને રિઝવવા માટે પ્રચારના દંગલમાં કુદી પડ્યાં છે. નેતાઓ દ્વારા સભાઓ, રેલીઓ અને ડોર ટુ ડોર રીતે મતદાતાઓને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

આપના નેતાઓ દ્વારા પણ પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે.
આપના નેતાઓ દ્વારા પણ પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે.

આપનો રોડ શો
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ સુરતમાં છે. તેઓ ઓલપાડ અને વરાછા વિધાનસભા વિસ્તારમાં રોડ શો કરી રહ્યાં છે.સુરત શહેરમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાડી રહી છે. સતત જન સંપર્ક અને જાહેર સભાઓનું આયોજન વિધાનસભા મુજબ કરવામાં આવી રહ્યું છે. આજે આપના નેતા સંજય સિંહ ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં રોડ શોથી શરૂઆત કરી છે. ઓલપાડ વિધાનસભા વિસ્તારમાંથી રોડ શોની શરૂઆત કર્યા બાદ તેઓ જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ વરાછા અને કરંજ વિસ્તારમાં રોડ શો કરીને જાહેર સભાને સંબોધિત કરશે.

કોંગ્રેસના નેતાઓ સભા ગજવશે
છેલ્લા ઘણા સમયથી સાયલન્ટલી કામ કરતી કોંગ્રેસે પણ પોતાના દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યાં છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત આજે સુરત શહેરમાં સાંજે જાહેર સભાને સંબોધિત કરશે. સુરત ઓલપાડ વિધાનસભા બેઠકમાં અશોક ગહેલો સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે. પુણા વિસ્તારના યોગીચોક ખાતે જાહેર સભાને સંબોધશે.

સોસાયટીમાં જઈને નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
સોસાયટીમાં જઈને નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

નારાજ કાર્યકરો વિરોધ કરશે
કતારગામ વિધાનસભા બેઠક વિસ્તાર ના આપ ના પૂર્વ ઉપપ્રમુખ રાજુ દિયોરાએ કેટલાંક કાર્યકર્તાઓ સાથે પક્ષમાં ચાલતી અન્યાયી ગતિવિધિઓ ને પગલે બંડ પોકાર્યો છે અને ટિકીટો અને હોદ્દાઓ વહેંચણીમાં ગુજરાત લેવલે અન્યાય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. રાજ્યની 182 બેઠકોમાંથી 90 ટકા બેઠકો પર જુના કાર્યકરો સાથે અન્યાય થયો હોય પક્ષને હરાવવા માટે હવે આ તમામ કાર્યકરો રવિવારે એટલે કે આજે કતારગામ ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન યોજશે તેમ જણાવ્યું હતું. જ્યારે આપ ના સિનિયર નેતાએ કહ્યું હતું કે, આ વિરોધ ભાજપ પ્રેરિત છે ટિકીટ લાલચુઓ ને યેનકેન રીતે ફોડી ને ચૂંટણી ટાણેની આ ગતિવિધી માત્ર રાતોરાત કરોડપતિ થવાનો જ ખેલ છે.!

અન્ય સમાચારો પણ છે...