તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહયોગ:સુરતમાં પર્યાવરણ બચાવવા બે સંસ્થાઓ સાથે મળીને મિશન પૃથ્વી અંતર્ગત ફોરેસ્ટ તૈયાર કરશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પર્યાવરણની દિશામાં આગળ કામ કરવા બે સંસ્થાઓ દ્વારા તૈયારી સાથે જોડાણ કરાયું છે. - Divya Bhaskar
પર્યાવરણની દિશામાં આગળ કામ કરવા બે સંસ્થાઓ દ્વારા તૈયારી સાથે જોડાણ કરાયું છે.
  • હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને રોટરી ડિસ્ટ્રીક 3060 પર્યાવરણના પ્રોજેક્ટ પર કામ કરશે

પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને રોટરી ડિસ્ટ્રીક્ટ 3060 વચ્ચે આગામી એક વર્ષ સુધી પર્યાવરણીય કાર્યો કરવા માટે મોટાપાયે ‘મિશન પૃથ્વી’ નામે કરાર થયા છે. જે અંતર્ગત આગામી એક વર્ષની અંદર બંને સંસ્થાઓ સાથે મળીને ગુજરાતના શહેરોમાં મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કરશે, મોડેલ સ્ટેશન્સ બનાવશે અને હજારો વિદ્યાર્થીઓ સાથે નોલેજ એક્સચેન્જ પ્રોગ્રામ્સ યોજશે.

વિદ્યાર્થીઓને જોડાશે
‘મિશન પૃથ્વી’ અંતર્ગત યોજાનારા આ પ્રોજેક્ટ માટે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરમેન વિરલ દેસાઈએ કહ્યું હતું, ‘આગામી એક વર્ષ દરમિયાન અમે ગુજરાતના શહેરો કે ગામોમાં વધુમાં વધુ મિયાવાકી ફોરેસ્ટ્સ તૈયાર કરીશું, મોડેલ સ્ટેશન્સ બનાવીશું. રોટરી ડિસ્ટ્રીક સાથેના ‘મિશન પૃથ્વી’ પ્રોજેક્ટમાં અમારો મુખ્ય ધ્યેય ઈકો સિસ્ટમ રિસ્ટ્રોરેશનનો છે. જેમાં ફોરેસ્ટ્રેશનના માધ્યમથી અમે ત્રિપલ એ એટલે કે અવેરનેસ, એટિટ્યુડ અને એક્શનને કેન્દ્રમાં રાખીને પક્ષીઓ, પતંગીયા, અન્ય જીવાતો કે સરીસૃપોને યોગ્ય માહોલ પૂરો પાડીશું. આ ઉપરાંત અમે ગુજરાતભરના રોટ્રેક્ટ્સ તેમજ ઈન્ટરેક્ટ્સ સાથે ક્રેશ કોર્સના માધ્યમથી સંવાદ કરીને દસ હજાર જેટલા યુવાનોમાં પર્યાવરણીય બાબતોએ જાગૃતિ લાવવા પ્રયત્ન કરીશું.

આંતરરાષ્ટ્રીય સ્તરના ફોરેસ્ટ બનાવવાની નેમ
રોટરી ડિસ્ટ્રીક 3060ડિસ્ટ્રીક્ટ ગવર્નર સંતોષભાઈ પ્રધાનકહ્યું હતું કે, ‘રોટરી અનેક ક્ષેત્રોમાં કામ કરે છે, જેમાં પર્યાવરણ બાબતના કાર્યોનો પણ પાછલા વર્ષોમાં ઉમેરો થયો છે. અંગત રીતે હું પર્યાવરણ બાબતે અત્યંત સંવેદનશીલ છું એટલે મારી એવી ઈચ્છા હતી કે, મારા ડિસ્ટ્રીક ગવર્નર તરીકેના મારા કાર્યકાળ દરમિયાન હું વધુમાં વધુ ફોક્સ પર્યાવરણીય બાબતો પર કરું. મને વિશ્વાસ છે કે, આગામી એક વર્ષમાં અમે આંતરાષ્ટ્રીય સ્તરે પડધા પડે એવા ફોરેસ્ટ્સ તૈયાર કરીશું અને મોડેલ સ્ટેશન્સ બનાવીશું.